ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા? જુઓ...

author img

By

Published : Dec 10, 2020, 5:01 PM IST

રાજકોટમાં દિવાળી બાદથી જ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના લોધિકા, જામ કંડોરણા, ઉપલેટા, જસદણ, જેતપુર, વિંછીયા, ધોરાજી, કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસને લઈને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

રાજકોટમાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા....જુઓ
રાજકોટમાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા....જુઓ

  • જિલ્લાના 9 જેટલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ
  • જાહેરનામાના ભંગ કરનાર શખ્સ પર કાયદેસસરની કાર્યવાહી કરવામાં આવશે
  • સરકારી ફરજ, ઈમરજન્સી સેવા, ખાનગી દવાખાનાના સ્ટાફને નહીં લાગું પડે જાહેરનામું

રાજકોટઃ રાજકોટના માધાપર ઘંટેશ્વર, મોટા મોવા, ગઢકા, હોડથલી, કસ્તૂરબાધામ, નવાગામ, મહિકા, તરઘડિયા, કાંગશિયાળી, લોધિકા, જામકંડોરણા, રોધેલ, જસાપર ઉપલેટા, મોટી પાનેલી, જસદણ મેઘપર, જેતપુર, પીઠડિયા, વિરપુર, પ્રેમગઢ, વિંછીયા, ધોરાજી, મોટીવાવડી, નાનીવાવડી, તોરણિયા, મોટી મારડ, કલાણા, કોટડા સાંગાણી, હડમતાળા, અરડોઈ, વેરાવળ, ગોંડલ, ધૂડસિયા, સુલતાનપુર, સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના કેસોને લઈને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટમાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા....જુઓ
રાજકોટમાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા....જુઓ
રાજકોટમાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા....જુઓ
રાજકોટમાં કયા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા....જુઓ
14 દિવસ સુધી રહેશે કન્ટેન્ટમેન્ટ ઝોન

જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોને લઈને 14 દિવસ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોન રહેશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના પોઝિટિવ આવેલો વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો ભારતીય દંડ સહિતની કલમ-188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51થી 58ની જોગવાઈ મુજબ અને જાહેરનામાના ભંગ કરનાર વ્યકતિ પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા સરકારી કર્મચારી, ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા, પોલીસ, હોમગાર્ડ, અર્ધ સરકારી એજન્સી, સરકારી કે ખાનગી હૉસ્પિટલના સ્ટાફ સાથે સંકળાયેલા વ્યક્તિને આ જાહેરનામું લાગુ નહીં પડે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.