ETV Bharat / state

Rajkot Crime : કેબિનેટપ્રધાનની પુત્રી સંચાલિત શાળાસંકુલમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યા, પરિવારને શંકાકુશંકા

author img

By

Published : Jan 25, 2023, 4:16 PM IST

વીંછીયા તાલુકાના અમરાપર ગામની આદર્શ શાળામાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનો બનાવ (Vinchhiya Student Girl Suicide In Hostel )સામે આવ્યો છે. છાસિયા ગામની વિદ્યાર્થિની કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા (Minister Kunvarji Bavaliya )ની પુત્રી સંચાલિત હોસ્ટેલમાં રહેતી હતી. તેણે ઝાડ પર દોરી બાંધી રાતના સમયે આત્મહત્યા (Rajkot Crime )કરી હતી. બનાવને લઇને પરિવારમાં શંકાકુશંકા છે.

Rajkot Crime : કેબિનેટપ્રધાનની પુત્રી સંચાલિત શાળાસંકુલમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યા, પરિવારને શંકાકુશંકા
Rajkot Crime : કેબિનેટપ્રધાનની પુત્રી સંચાલિત શાળાસંકુલમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યા, પરિવારને શંકાકુશંકા

બનાવને લઇને પરિવારમાં ઘણી શંકાકુશંકા છે

રાજકોટ રાજકોટ જિલ્લાના વીંછીયાના અમરાપુર ગામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનો બનાવ બન્યો હતો. તેણે એક દોરી સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું સંચાલકોએ જણાવ્યું છે. આ શાળાના કેમ્પસની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીના મોતાના કારણને લઇને પરિવારને શંકાકુશંકા છે. ત્યારે આ કારણથી વિદ્યાર્થિનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે તે જ કારણ છે કે અન્ય કોઇ કારણ છે તે સમગ્ર બાબતે પરિવાર દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

શાળામાં વિદ્યાર્થિનીની આત્મહત્યા રાજકોટ વીંછિયાના અમરાપુરની આદર્શ શાળામાં અભ્યાસ કરતી છાસિયાની તરુણી રાતે ઝાડ સાથે દોરી બાંધી લટકીને આત્મહત્યા કરી છે. જેમાં વીંછિયાના અમરાપુરમાં આવેલી કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં રહીને આદર્શ માધ્યમિક શાળામાં ધો.10માં અભ્યાસ કરતી છાંસિયા ગામની કાજલ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થિનીએ શાળાના ગ્રાઉન્ડમાં ઝાડ સાથે દોરી બાંધી ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. ત્યારે આ ઘટનાના પગલે પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

આ પણ વાંચો Surat Suicide Case: 18 વર્ષના યુવકે આપઘાત કર્યો, 20 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

કેબિનેટ પ્રધાનની પુત્રી કરે છે સંચાલન આ મૃતક વિદ્યાર્થિની હોસ્ટેલમાં જ રહેતી હતી. જેમાં આ શાળાનું સંચાલન કેબિનેટપ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય કુંવરજી બાવળિયાની પુત્રી ભાવનાબેન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થિનીને પરીક્ષાનું ટેન્શન હતું કે કોઈ કારણોસર આ પગલું ભર્યુ તે જાણવા તપાસ આરંભાઇ છે.

પરિવારને શંકાકુશંકા મૃતક વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા જણાવ્યું છે કે તેમની દીકરી કાજલ ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. તેમને 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી. તે આ સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. રાત્રે 10 વાગ્યા આસપાસ સંસ્થામાંથી ફોન આવ્યો હતો અને પછીની 10મી મીનિટે ધારાસભ્યનો ફોન આવ્યો કે તમે વિંછીયા દવાખાને આવો તમારી દીકરીને ત્યાં લઇ ગયા છીએ. આ ઘટનામાં લોકો કહે છે કે દોરી સાથે ફાંસો ખાધો છે ત્યારે પરિવાર સીધો દવાખાને જ ગયો હતો. તેને ભણવાની કોઇ ચિંતા ન હતી તે ક્યારેક કહેતી કે બહેન ખારા થાય છે અમારો વાંક ન હોય તો પણ. તો અમે સમજાવ્યું કે બહેન છે ક્યારેક ગુસ્સે થાય પણ ખરા. તેવું મૃતક કાજલના પિતા મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જોગરાજીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો Junagadh Raj Bharti Bapu committed suicide: ખેતલીયા દાદા જગ્યાના મહંત રાજ ભારતી બાપુએ કર્યો આપઘાત

અમારી દીકરીને કોઇએ કશુંક કરી નાખ્યું લાગે છે પરિવાર વધુમાં જણાવે છે કે અમને તો પછી કીધું એમ સીધા દવાખાને જ બોલાવ્યા હતાં અમને પહેલાં ન કહ્યું. મને તો એવી શંકા છે કે અમારી દીકરીને કોઇએ કશુંક કરી નાખ્યું લાગે છે. આવો બનાવ બને જ નહીં. મારી છોડીને કોઇ દુ:ખ હતું જ નહીં. તેને તો આગળ ભણવું હતું. તેવું મૃતકની માતા વસનબેન દ્વારા જણાવવામાં આવ્યું છે.

ક્યારેય કોઇ ફરિયાદ સામે આવી ન હતી આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવવાની છે ત્યારે એ લોકો એવું કહે છે કે ટેન્શનમાં ફાંસો ખાધો. પણ શાળા કે હોસ્ટેલ સૂત્રો પાસે કોઇ એવી સાબિતી જ નથી. હું તેને કાયમ નાસ્તો દેવા જતી. તેણે ક્યારેય કોઇ ફરિયાદ કે તકલીફ જણાવી જ નથી. મારી બેન ફાંસો ખાઇ લે તેવી ન હતી. ચાલુ સ્કૂલમાં આ બનાવ નથી બન્યો. અમને સમયસર જાણ પણ ન કરી તેવું મૃતક વિદ્યાર્થિનીની બહેન દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ પરિવારની શંકાકુશંકાને પગલેે હાલ વિદ્યાર્થિનીના થયેલા મોતની સમગ્ર બાબતને લઈને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.