ETV Bharat / state

Unseasonal Rain: માર્કેટિંગ યાર્ડમાં તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, ખેડૂતોના કાળજા ખાખ

author img

By

Published : Apr 22, 2023, 1:18 PM IST

કમોસમી વરસાદને લઈને રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પડેલો તૈયાર માલ પલડી ગયો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે. એક બાદ એક વરસાદના કારણે ખેડૂતોના હાથમાં કઇ આવ્યું તો ન હતું પરંતુ થોડો ઘણો જે પાક બચ્યો હતો તે પણ યાર્ડમાં જઈને પતાવી દીધો.કુદરત જાણે ધરતીપુત્ર થી નારાજ હોય તેવું જોવા મળી રહ્યું છે.

કમોસમી વરસાદને લઈને રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પડેલી જડશે પલળી જતાં નુકશાની
કમોસમી વરસાદને લઈને રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પડેલી જડશે પલળી જતાં નુકશાની

કમોસમી વરસાદને લઈને રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પડેલી જડશે પલળી જતાં નુકશાની

રાજકોટ: કમોસમ વરસાદ કેટલાય ખેડૂતોના હૈયાને રડાવી રહ્યો છે. વ્હાલ સોયા દીકરાની જેમ આ પાકને ઉછેરવામાં આવે છે. પોતાની આંખ સામે દિકરા સમાન પાકને ધોવાતા જોઇ ખેડૂત જીવતા બળી જાય છે. એક બાજુ સરકાર બિલ પાસ કરે છે. પણ સહાયના નામે શુન્ય જ હોય છે. હકીકત જોવા જઇએ તો નથી સરકાર સહાય આપી રહી કે, નથી કુદરત સહાય આપી રહી. આ વરસાદમાં ખેડૂત કીચડની જેમ શ્રમ વેડફી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકની અંદર છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ફરી એક વખત ઉનાળામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પડેલા ખુલ્લા મેદાનની અંદરની જણસીઓ પલળી ગઈ હતી.

આ પણ વાંચો Unseasonal Rains : રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

વાવાઝોડાના દ્રશ્યો: અચાનક આવી પડેલા ભારે પવનની સાથે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉનાળાની અંદર ચોમાસા જેવા તેમજ વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા હતા.જેના કારણે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પડેલી જણસીઓ પલડી જતા લાખો રૂપિયાનું નુકસાનનું અનુમાન સામે આવ્યું છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 400 થી 500 બોરીઓ વરસાદના પાણીના કારણે પલળી ગઈ છે. આ સાથે જ ઘઉંના ઢગલાઓ પણ વરસાદના પાણીમાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો સર્જાયા છે.

ધોધમાર વરસાદ શરૂ: અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદ પહેલા ભારે પવન શરૂ થયા બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા ભારે પવનથી વાવાઝોડાનું સ્વરૂપ જોવા મળ્યું છે. ભારે પવન સાથે પડેલા વરસાદે ઉપલેટા તેમજ ધોરાજી પંથકની અંદર નુકસાન કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં જણસી પલડી ગઈ હતી. જોકે, સતત પાણી પડતા ખેતરમાં રહેલા પાકને પણ નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો Rajkot Crime: રાજકોટમાં સોનીની દુકાનમાં કામ કરનાર જ 'કળા' કરી ગયો, આવી રીતે આપ્યો અંજામ

ખેડૂતોમાં ચિંતાનો માહોલ: રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં અંદર પડેલા અચાનક વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં પડેલી જણસી માં વરસાદ પડતા ખેડૂતો તેમજ વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ નુકસાનને લઈને સરકાર તેમજ તંત્ર કોઈ મદદ કરશે કે નહીં તેને લઈને વેપારીઓ તેમજ ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો છે. જોકે, સતત બદલતું હવામાન ખેતિ માટે હાનિકારક મનાય રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.