ETV Bharat / state

Unseasonal Rains : રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

author img

By

Published : Apr 21, 2023, 7:35 PM IST

કાળઝાળ ગરમીને તડકા વચ્ચે રાજકોટના ઉપલેટા પંથકની અંદર વરસાદ વરસ્યો છે. ઉપલેટામાં અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ પવન સાથે વરસાદ વરસતા કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી.

Unseasonal Rains : પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા
Unseasonal Rains : પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

ઉપલેટામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટ : હજુ થોડા દિવસ પહેલા કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે રાજકોટના ઉપલેટા તેમજ આસપાસના પંથકની અંદર બપોર બાદ અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો ગયો હતો. અચાનક ભારે પવન શરૂ થયા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા આ પંથકની અંદર વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને લોકોમાં એક પ્રકારનો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Surat News : બકરા ચરાવતી મહિલા પર વીજળી પડતા થયું મૃત્યુ, પતિનો થયો ચમત્કારિક બચાવ

વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા : છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો વધી રહ્યો છે. સાથે સાથે જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ તડકાઓ તેમજ ગરમીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકની અંદર છેલ્લા બે દિવસથી 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. તેમજ બે દિવસના આંકડા તડકાઓ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો : Surat Rain : ભર ઉનાળે ભડ ભાદરવો, ગાજવીજ સાથે વરસાદ વરસતા બફાટ થયો દૂર

વાતાવરણમાં ઠંડક પ્રસરી : અચાનક આવી પડેલા ભારે પવન બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને લઈને ઉપલેટા પંથકના ઘણા ખરા વિસ્તારોની અંદર વીજળીઓ પણ ગુલ થઈ હતી. સાથે સાથે જ ઉપલેટા શહેર તેમજ આસપાસના પંથકની અંદર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાની પણ વિગતો સામે આવી છે. ઉપલેટા તેમજ આસપાસના ગ્રામ્ય પંથકની અંદર ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાઓ પર જાળવવો પડી ચૂક્યા હોવાની વિગતો સામે આવી છે. પરંતુ, અચાનક આવેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ઘણા રસ્તા પર ઝાડવાઓ પડી ચૂક્યા છે અને અચાનક આવેલા ભારે પવન બાદમાં પડેલા વરસાદથી લોકોને નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.