ETV Bharat / state

તહેવાર દરમિયાન ફરવા જતા યાત્રીઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે

author img

By

Published : Jul 28, 2021, 2:34 PM IST

Updated : Jul 29, 2021, 3:46 PM IST

યાત્રીઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે
યાત્રીઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે

રાજકોટમાં આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂઆત થવાની છે. દેશમાંથી હજુ સંપૂર્ણ રીતે બીજી લહેર પૂર્ણ થઈ નથી. જ્યારે આરોગ્ય નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટથી હરિદ્વાર જવાના પ્રવાસીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે. ટિકિટ માટે વેઇટિંગમાં રહેવું પડે એમ છે. આ સિવાય લોકો રાજકોટથી ગોવા, મુંબઈ, જમ્મુ કાશ્મીર અને કેરલા જવાનું પણ પસંદ કરી રહ્યા છે.

  • આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારોની શરૂઆત થવાની
  • તહેવાર દરમિયાન ફરવા જતા યાત્રિઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે
  • ત્રીજી લહેરમાં આખી સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓ સંક્રમિત થાય તેવું અનુમાન

રાજકોટ : આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂઆત થવાની છે. દેશમાંથી હજુ સંપૂર્ણ રીતે બીજી લહેર પૂર્ણ થઈ નથી. જ્યારે આરોગ્ય નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એવામાં તહેવારો દરમિયાન મોટાભાગના લોકો બહાર હરવા-ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. જેને લઈને અન્ય રાજ્યમાં જવા માટે લોકો રેલ્વેમાં અગાઉ બુકિંગ કરાવે છે. ત્યારે જાણવા મળ્યું છે કે, આ વખતે રાજકોટથી હરિદ્વાર જવાના પ્રવાસીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે. ટિકિટ માટે વેઇટિંગમાં રહેવું પડે એમ છે. આ સિવાય લોકો રાજકોટથી ગોવા, મુંબઈ, જમ્મુ કાશ્મીર અને કેરલા જવાનું પણ પસંદ કરી રહ્યા છે.

travelers
રાજકોટથી હરિદ્વાર જવામાં વેઈટીંગ

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા

હરિદ્વાર જનારા યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોમાં સાતમ આઠમનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આ દિવસોમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળે છે અને મોટાભાગના લોકો બહાર ફરવા જતા હોય છે. જ્યારે જન્માષ્ટમી દરમિયાન રાજકોટ રેલ્વે મારફતે હરિદ્વાર જનારની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જેમાં ઓખા-દહેરાદુન-ઉત્તરાંચલ-એક્સપ્રેસ જેમાં 27 ઓગસ્ટના સેકન્ડ AC 11, ત્રિ-ટાયર AC 27, સ્લીપર 54, જ્યારે જનરલમાં ટિકિટ અવેલેબલ થઈ શકે છે. જ્યારે ગોવા જવા માટે ઓખા અરનાકુલમ એક્સપ્રેસ લાગુ પડે છે. જેમાં હજુ 46 બેઠકો માટે ટિકિટ અવેલેબલ છે.

યાત્રીઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે

કોરોનાના કેસ ઓછા થતા સરકાર દ્વારા અમુક છૂટછાટ અપાઇ

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન દેશમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતુ. જેને લઈને તહેવાર દરમિયાન લોકો ફરવા જ શક્યા ન હતા. પરંતુ હવે બીજી લહેર દરમિયાન કોરોનાના કેસ ઓછા થયા અને સરકાર દ્વારા અમુક છૂટછાટ અપાઇ છે. જેનો લાભ લઈને રાજકોટવાસીઓ બહાર ફરવા માટે તહેવાર દરમિયાન જઈ રહ્યા છે. ત્યારે દેશના અલગ-અલગ ફરવાના સ્થળો પર મોટી સંખ્યામાં જો લોકો એકઠા થશે તો તેે આગામી કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. જ્યારે કોરોનાની ત્રીજી લહેર માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેર માટે બહાર ફરવા જવું કેટલું યોગ્ય છે.

આ પણ વાંચો : હાઈકોર્ટમાં કોરોના સુઓમોટોની સુનવણી પૂર્ણ, કોર્ટે કહ્યું - 'કોરોનાની ત્રીજી લહેર માટે પીડિયાટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારો'

ત્રીજી લહેર ઘાતક હોવાની IMA ડોક્ટરની ચેતવણી

આગામી ત્રીજી લહેર કોરોનાની ખૂબ જ ઘાતક હોવાનું રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના IMA પ્રમુખ ડો. પ્રફુલ્લ કમાણીએ અગાઉ પણ ETV Bharatને જણાવ્યું હતુ, ત્યારે આ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન હવે આખી સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓ સંક્રમિત થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જ્યારે તહેવારો દરમિયાન મોટાભાગના લોકો બહાર ફરવા જવાના છે. જે આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરનું મુખ્ય કારણ હોઈ શકે છે.

આ પણ વાંચો -

Last Updated :Jul 29, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.