ETV Bharat / city

વડોદરા: મજૂરવર્ગને કોરોનાની બીક નથી, માસ્ક વગર ફરી રહ્યા છે બેફામ

author img

By

Published : Jul 22, 2021, 6:33 PM IST

કોરોનાની મહામારીની બીજી લહેર ખતરનાક પસાર થયા બાદ ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપતા લોકો બેફામ બની ગયા છે. વડોદરામાં મજૂરીયાત વર્ગને જાણે બીક જ ના હોય તેમ બેફામ ફરી રહ્યા છે.

કોરોનાની બીક વગર મજૂરો ઉભા રહેલા જોવા મળ્યા મજુરી માટે
કોરોનાની બીક વગર મજૂરો ઉભા રહેલા જોવા મળ્યા મજુરી માટે

  • કોરોના વાઇરસ હવે રહ્યો નથી, તેમ સમજીને તમામ વર્ગના લોકો, રાજકીય પક્ષો ફરી રહ્યા છે
  • વહેલી સવારે મજૂરીની શોધમાં ઉભા રહેતા મજૂરીયાત વર્ગ કોરોના સૂપર સ્પ્રેડર બને તો નવાઈ નહીં
  • તંત્ર પણ જાણે ફરીથી કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરીયાત વર્ગ કોરોનાના સુપર સ્પ્રેડર બને તેમ ઈચ્છતું હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે

વડોદરા: કોરોના વાઇરસ(corona) હવે રહ્યો નથી. તેમ સમજીને તમામ વર્ગના લોકો, રાજકીય પક્ષો બહાર ફરી રહ્યા છે. ત્યારે પ્રથમ લહેર વખતે કોરોનાના સુપર સ્પ્રેડર (corona super spreader)તરીકે વગોવાયેલા કડીયા નાકા પર વહેલી સવારે મજૂરીની શોધમાં ઉભા રહેતા મજૂરીયાત વર્ગ કોરોનાના સુપર સ્પ્રેડર બને તો નવાઇ નહીં.

મજૂરીયાત વર્ગ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળ્યા

વહેલી સવારે રોજગારીની શોધમાં કડીયા નાકા પર ઉભા રહેતા મજૂરીયાત વર્ગને જાણે કોરોના(corona) જેવું કઈ હોય જ નહિ તેમ લાપરવા બની મોટી સંખ્યામાં માસ્ક અને સામાજિક અંતર જાળવ્યા વગર જોવા મળ્યા હતા. જો કે, તંત્ર પણ જાણે ફરીથી કોરોનાની ત્રીજી લહેર(corona third wave)માં મજૂરીયાત વર્ગ કોરોનાના સુપર સ્પ્રેડર બને તેમ ઈચ્છતુ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે.

મજૂરવર્ગને કોરોનાની બીક નથી

અમારામાં ઇમ્યુનિટી પાવર વધારે છે: મજૂરીયાત વર્ગ

જો કે, મજૂરો જણાવી રહ્યા છે કે, પ્રથમ લહેરમાં પણ અમારાથી કોરોના ફેલાયો ન હતો અને આવનાર ત્રીજી લહેરમાં પણ અમારાથી કોરોના(corona) ફેલાવવાનો નથી. અમે મજૂરીયાત વર્ગ છે અમારામાં ઇમ્યુનિટી પાવર (immunity power)વધારે છે.

બીજી લહેર બાદ છૂટછાટ આપતા કડિયાનાકા પર સવારે મજૂરો મળી રહ્યા છે જોવા

સરકાર દ્વારા બીજી લહેર પૂર્ણ થયા બાદ તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપતા રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરો પુનઃ એકવાર કડીયા નાકા પર મજૂરીની શોધમાં સવાર પડતાની સાથે આવી જાય છે. વડોદરામાં(vadodara) ગોત્રી વિસ્તારમાં હરીનગર પાણીની ટાંકી પાસે, સંગમ ચાર રસ્તા, વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા, ન્યાય મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં મજૂરો વહેલી સવારે મજૂરી કામ મેળવવા આવી પહોંચે છે. જે લોકોને મજૂરોની જરૂર હોય છે તેઓ કડીયાનાકા તરીકે જાણીતા આ સ્થળો પર આવી જાય છે અને મજૂરો સાથે રોજગારી નક્કી કરીને મજૂરી કામ માટે લઇ જાય છે.
વહેલી સવારે ઉભા રહેતા મજૂરો બેકારીના પણ આપી રહ્યા છે પુરાવા

નોંધનીય બાબત એ છે કે, વહેલી સવારે વડોદરાના કડીયા નાકા પર મજૂરીની શોધમાં ઉભા રહેતા હજારોની સંખ્યામાં મજૂરો બેકારીના પણ પુરાવા આપી રહ્યા છે. કોરોનાની મહામારી બાદ રોજગાર ધંધા પર પડેલી વ્યાપક અસરના કારણે મજૂરી કામ ઓછા થઇ ગયા છે. સવારે કડીયા નાકા પર મજૂરી માટે ઉભા રહેતા મજૂરો પૈકી 50 ટકા લોકોને જ મજૂરીનું કામ મળી રહ્યું છે. બાકીના 50 ટકા લોકોને વીલા મોઢે પરત ફરવું પડે છે. રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરોને રોજગારી ન મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.