ETV Bharat / state

Rajkot Lok Mela: રાજકોટના લોકમેળામાં તસ્કરોનો આતંક, 27 જેટલા શખ્સો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 8:41 PM IST

6 લાખ કરતાં વધુ 6 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળાની મજા માણીલોકોએ લોકમેળાની મજા માણી
ન6 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળાની મજા માણી

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં હાલ શરૂ છે. ત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ અને ખિસ્સા કાતરૂઓ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરીને 27 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે.

રાજકોટ પોલીસ એલર્ટ

રાજકોટ: જન્માષ્ટમી નિમિતે સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. એવામાં હાલ આ લોકમેળો શરૂ છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં અંદાજિત 6 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળાની મજા માણી છે. ત્યારે હજુ બે દિવસ સુધી આ લોકમેળો યોજવાનો છે. એવામાં લોકમેળામાં બાળકો ગૂમ થવાની, અસામાજિક તત્વોનો ત્રાસ અને ખિસ્સા કાતરૂઓ પણ જોવા મળ્યા હતા. ત્યારે લોકમેળા આવતા લોકો સુરક્ષિત રહી શકે અને લોકમેળાની મજા માણી શકે તે માટે રાજકોટ પોલીસ એલર્ટ જોવા મળી રહી છે.

6 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળાની મજા માણી
6 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળાની મજા માણી

"જ્યારથી આ લોકમેળો શરૂ થયો ત્યારથી પોલીસની અલગ અલગ ટીમો રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહી છે. જેમાં એક શિફ્ટમાં એક એસીપી, એક પીઆઇ, અને પીએસઆઇ તેમજ પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહી છે. ત્યારે લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને જેમ જેમ લોકમેળો પૂર્ણતાના આરે આવી રહ્યો છે તેમ તેમ તેની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં આ લોકમેળામાં આવતા લોકો સુરક્ષિત રહે તે માટે પોલીસ પણ કાર્યશીલ છે અને અસામાજિક તત્વો, ખિસ્સા કાતરું તેમજ શંકાશીલ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે." - ભાર્ગવ પંડ્યા, એસીપી, રાજકોટ

27 જેટલા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે એક જ દિવસમાં પોલીસ દ્વારા અંદાજિત 27 જેટલા ઈસમો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે અત્યાર સુધીમાં 45 જેટલા બાળકો ગૂમ થયા હતા. તેમને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે પરિવારને સુપ્રત કરવામાં આવ્યા છે. ખાસ લોકમેળામાં બાળકો જો ગુમ થયા તો તેને વિવિધ LED સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે. આ LED સ્ક્રીન લોકમેળામાં તમામ વિસ્તારમાં લગાવવામાં આવી છે. જેમાં ગુમ થયેલા બાળકોને ડીસપ્લે કરવામાં આવે છે. એવામાં આ બાળકોના પરિવારજનો પણ મળી આવતા હોય છે.

  1. Rajkot Lok Mela 2023 : રાજકોટ લોક મેળામાં ફૂડ વિભાગના દરોડા, અખાદ્ય વસ્તુઓનો જથ્થો મળી આવ્યો
  2. Rajkot Lok Mela 2023 : રાજકોટ લોકમેળામાં પાથરણાવાળા અને સ્ટોલ ધારકો વચ્ચે માથાકૂટ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.