ETV Bharat / state

PM મોદીના આગમન પહેલાં SRP જવાને પોલીસ સ્ટેશનમાં કર્યું ફાયરિંગ, નોંધાઈ પોલીસ ફરિયાદ

author img

By

Published : Oct 20, 2022, 3:04 PM IST

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Rajkot Visit) આગમન પહેલા SRP જવાને પોલીસ સ્ટેશનમાં (Rajkot Police Station) ફાયરિંગ (SRP jawan firing) કર્યું હોવાની ઘટના સામે આવી છે. SRP જવાને ડિપ્રેશનના કારણે આવું કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે આ જવાન સામે અન્ય પોલીસકર્મીના જીવ જોખમમાં મૂકતા બી ડિવિઝન પોલી સ્ટેશનમાં ફરિયાદ (Rajkot B Division Police Station) નોંધવામાં આવી હતી.

PM મોદીના આગમન પહેલાં SRP જવાને પોલીસ સ્ટેશનમાં કર્યું ફાયરિંગ, નોંધાઈ પોલીસ ફરિયાદ
PM મોદીના આગમન પહેલાં SRP જવાને પોલીસ સ્ટેશનમાં કર્યું ફાયરિંગ, નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજકોટના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારે તેમના આગમન પહેલા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં ડિપ્રેશનના શિકાર એવા SRP જવાને પોલીસ સ્ટેશનમાં (Rajkot Police Station) ખૂલ્લેઆમ ફાયરિંગ (SRP jawan firing in Rajkot ) કર્યું હતું. ત્યારે આ જવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ ફરિયાદ આ અંગે મળતી માહિતી અનુસાર, ગોંડલના SRP ગૃપ 8 કંપની બીમાં ફરજ બજાવતા અને રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના (Rajkot B Division Police Station) ઉપરના બીજા માળે બેરેકની અંદર રહેતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ કોલીએ પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી પોલીસ મથકની અંદર જ રાયફલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી (SRP jawan firing in Rajkot )અન્ય પોલીસકર્મીઓની જિંદગી જોખમમાં મૂકતા બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ 286 હેઠળ કાર્યવાહી કરવામાં (Rajkot Crime News) આવી હતી.

PIએ શરૂ કરી તપાસ આ બનાવની વધુ વિગતો અનુસાર, ગોંડલ કંપની SRP ગૃપમાં ફરજ બજાવતા અને SRP પોલીસ લાઇન બ્લોક નં. બી/8 રૂમ નંબર 91 ગોંડલમાં રહેતા ASI તૈયબભાઈ ઇસાભાઈ જુણાચ (ઉ.વ.56)ની ફરિયાદ પરથી SRP ગૃપ 8ના પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રામાભાઈ કોલી વિરુદ્ધ કલમ 286 હેઠળ કાર્યવાહી કરવામાં આવતા PI આર.જી.બારોટ સહિતના સ્ટાફે તપાસ શરૂ (Rajkot Crime News) કરી છે.

પોલીસકર્મીઓની વચ્ચે ફાયરિંગ ASI તૈયબભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગૃપ 8 ગોંડલ બી કંપનીમાં ASI તરીકે મેજરમાં ફરજ બજાવું છુ. હાલ અમારી કંપની રાજકોટ શહેરમાં છે. અમારી કંપનીના પોલીસના માણસોને બી. ડિવિઝન પોલીસ સ્ટેશન (Rajkot B Division Police Station) ઉપરના માળે આવેલ બેરેક ખાતે તથા કુવાડવા રોડ પોલીસ મથકના (kuvadva police station) ઉપરના માળે આવેલા બેરેકમાં રહેવાની સગવડતા રાખી છે. કંપનીની ઓફિસ આજી ડેમ ચોકડી, ટ્રાફીક ભવન ખાતે છે. કંપનીમાં PI તરીકે એન.જે.સરવૈયા ફરજ બજાવે છે. અમારી આ કંપની છેલ્લા 3 માસથી રાજકોટ ખાતે છે. કંપનીનાં પોલીસ મેન પૈકી આશરે પચ્ચીસેક જેટલા પોલીસ મેન જે બી. ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ઉપરના માળે આવેલ બેરેક (Rajkot Crime News) પર રહે છે.

પોલીસે રાઈફલ લીધી કબજે ત્યારે 18 ઓક્ટોબરે પોણા નવેક વાગ્યાની આસપાસ મને અનિરૂદ્ધસિંહ જાડેજાએ ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમારી સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેની બેરેકમાં રહેતા રમેશભાઈ રામાભાઈ કોલીએ ફાયરિંગ કર્યું છે. તમે તાત્કાલીક અહીંયા આવો, જેથી હુ તાત્કાલીક અમારી કંપનીના PI સરવૈયાને સાથે લઈ અહીંયા બી ડીવીજન એસ.આર.પી.મેનને રહેવા માટેની બેરેક ખાતે આવ્યા હતા. ત્યા પલંગ પર એસ.આર.પી.મેન રમેશભાઈ કોલી બેઠા હતા અને તેને ફાળવવામાં આવેલા ઈન્સાસ રાઈફલ ગંગુભાઈ કોલી પાસે હતી. તેમ જ મેગ્ઝીન સહિત રાઉન્ડ જે અનિરૂદ્ધસિંહ જાડેજા પાસે હતા.

આ જવાન પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાની ડ્યૂટીમાં હતો આ બનાવ અંગે ગંગુભાઈ કોલી તથા અનિરૂદ્ધસિંહ જાડેજા તથા સાથે રહેતા SRP મેન પાસે બનાવ અંગેની વિગત જાણતા બનાવ એવો છે કે, રમેશભાઈની સવારે પુર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફીયાના એસ્કોર્ટ ડ્યૂટીમાં ફરજ હતા. ફરજ પૂરી કર્યા બાદ પોલીસમેન બેરેક પર ઉપસ્થિત હતા અને ગઈકાલે રાત્રિ 8.30 વાગ્યે પોલીસમેન દ્વારા પોતાની પાસે રહેલા ઈન્સાસ રાઈફલમાં રાઉન્ડથી લોડ રહેલ મેગ્ઝીન જે રાયફલમાં ચડાવી અને પોતાના પારિવારિક ટેન્શનના કારણે એક રાઉન્ડ બેરેકના છત ઉપર ફાયર કરતા ગોળી છત્ત પર વાગી હતી. તેથી બાજુમાં રહેલી પોલીસમેન ગંગુભાઈ દ્વારા રાયફલ ઝૂંટવી લેવામાં આવી હતી. તેમ જ પોલીસમેન ગંગુભાઈ કોલી દ્વારા રાયફલનું રાઉન્ડ સહિતનું મેગ્ઝીન કાઢી લઈ અનિરૂદ્ધસિંહ જાડેજાને આપી દીધું હતું. આ વખતે આ બેરેકમાં 6થી 7 SRP પોલીસ હાજર હતા.

ડિપ્રેશનમાં હતો જવાન પોલીસમેન રમેશભાઈ કોલીને ફરજ માટે કંપની ઓફીસમાંથી ઈન્સાસ રાયફલ બટ નં-345ની ઈશ્યુ કરવામાં આવી હતી. સાથે 20 રાઉન્ડ ઈશ્યુ કરવામાં આવી હોવાથી તે ઈન્સાફ રાયફલથી પોલીસમેન દ્વારા પારિવારિક પ્રશ્નોના કારણે ડિપ્રેશનમાં આવી અને સાથેના માણસોની પણ જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારીથી રાયફલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હોવાથી રમેશભાઈ રામાભાઈ કોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રમેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી બી ડિવિઝનના PI આર.જી.બારોટ અને રાઈટર મહેશભાઈ રૂડાતલાએ તપાસ કરતા રમેશભાઈ કોળી મૂળ કચ્છના ધોળાવીરાના વતની છે 10 વર્ષથી એસઆરપીમાં ફરજ બજાવે છે તેમને નિયમિત રજા પણ મળતી હતી તેમજ પરંતુ પારિવારિક પ્રશ્નોને (Rajkot B Division Police Station) કારણે તેઓએ ફાયરિંગ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.