ETV Bharat / state

Rajkot Suicide Case: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

author img

By

Published : Mar 8, 2023, 10:58 PM IST

રાજકોટમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનો ઓછી ઉંમરમાં આત્મહત્યા કરી રહ્યા છે. એની પાછળ એવું કારણ હોય છે જે માન્યમાં આવતું નથી. પણ વાત ત્યાં સુધી અસર કરી જાય છે કે વ્યક્તિ જીવ છોડવા પર ઊતરે છે.

Rajkot Suicide Case: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
Rajkot Suicide Case: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટ: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે માતાનો ઠપકો જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ધૂળેટીના પર્વ નિમિત્તે વધુ એક દુખદ ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જ્યારે આપઘાત કરવાનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં યુવતીની માતાએ મોબાઇલ મામલે તેને ઠપકો આપતા તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું. જોકે રાજકોટમાં કોલેજીયન યુવતીની આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટ ભાવનગરના RTI કાર્યકર પર હુમલો કરનાર 8 લોકોને નિર્દોષ રીતે છોડ્યા

મોબાઈલ અંગે ઠપકો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના સહકારનગર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી 18 વર્ષથી વિશ્વા પુનાભાઈ ખાંડેરખા નામની યુવતી આજે સવારના સમયે પોતાના ઘરે મોબાઇલ લઈને બેઠી હતી. તે દરમિયાન તેની માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપ્યો હતો. નજીકમાં જ પરીક્ષા હોય ત્યારે વાંચવા માટે જણાવ્યું હતું. જેના કારણે વિશ્વાને લાગી આવ્યું હતું. ત્યારબાદ તેને પોતાના રૂમનો દરવાજો બંધ કરી લીધો હતો અને ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પરિવારજનો એ દરવાજો ખખડાવ્યો ત્યારે વિશ્વાએ દરવાજો નહિ ખોલતા પરિવારજનક ચિંતામાં મુકાયા હતા. દરવાજો તોડવામાં આવતા વિશ્વા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચો: National Highway Accident: પીપરાણા હાઇવે ફરી રક્તરંજીત બન્યો, ટેલર અથડાતા બે વ્યક્તિઓના મોત

માતાએ ઠપકો આપ્યો: જ્યારે સહકારનગરમાં આપઘાતનો બનાવ સામે આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ મૃતકની બોડીની પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવાની તજવિજ હાથ ધરાઈ હતી. જે દરમિયાન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ પણ માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા વિશ્વાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વા ખાડેરખા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે તેને આ પ્રકારનું પગલું ભરી લેતા પરિવારજનોમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.