ETV Bharat / state

રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી

author img

By

Published : Nov 24, 2020, 2:15 PM IST

રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી

સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે.

  • રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ફરી વકર્યું
  • રાજકોટ મનપાની કડક કાર્યવાહી
  • રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી

રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તારીખ 24-11-2020 ના રોજ અન્ય શહેરમાંથી અથવા અન્ય રાજ્યમાંથી રાજકોટ આવતા મુસાફરો માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, આ ઉપરાંત લક્ષ્મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બજાર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
શહેરના વિવિધ વિસ્તારમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનરાજકોટ શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે, તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રીનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાયે તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે. આ સાથે જ અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી રાજકોટ આવતા લોકો માટે મનપાની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોટ ખાતે જ હેલ્થ ચેકઅપ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને પ્રાથમિક તબક્કાથી જ હરાવવા માટે દરેક લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે.
રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
રાજકોટ મનપાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી
કોર્પોરેશન દ્વારા લોકોને કરવામાં આવી અપીલરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ, ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવીડ-19 ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરી આપવામાં આવે છે. જેને લઈને વહેલું નિદાન કરી કોરોના સંક્રમણની ચેઈનને તોડવા સૌ સહયોગ આપે તેમજ પોતાનું તેમજ પોતાના પરિવારજનોની કાળજી રાખીએ તેવી અપીલ શહેરીજનો માટે કરવામાં આવી છે. આ સાથે જ હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શક્ય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે. કોરોનાના સામાન્ય લક્ષણો જેવાકે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત જ રાજકોટ મહાનગરપાલિકાની સેવાનો લાભ લેવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.