ETV Bharat / state

Fitness Boy: 30 વર્ષ બાદ યુવાન જીમમાં ગયો, આવું મસ્ત બોડી બનાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો

author img

By

Published : Apr 22, 2023, 1:21 PM IST

સ્પર્ધામાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો
સ્પર્ધામાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો

રાજકોટના યુવાનને બોડી બનાવવાનો શોખ લાગ્યો હતો. જે બાદ તેમણે સ્પર્ધામાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 30 વર્ષ પૂર્ણ કરીને 31 વર્ષમાં પ્રવેશ્યો ત્યારથી ફીટનેસ અને બોડી બનાવવા ઉપર ધ્યાન આપ્યું. ઉંમર વધી જવાના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરતું તેમણે હાર માની ન હતી.

સ્પર્ધામાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો

રાજકોટ: વિશ્વભરના યુવાઓ હવે પોતાના ફીટનેસ અને બોડી ઉપર ધ્યાન દઈ રહ્યા છે. તેવામાં રાજકોટમાં પણ યુવાઓ સવાર સાંજ જીમમાં પરસેવો પાડીને પોતાના શરીરની ફિટનેસ જળવાઈ રહે તે માટે મહેનત કરી રહ્યા છે. એવામાં રાજકોટના એક યુવાનની વાત કરવામાં આવે તો આ યુવાનનું વધારે વજન હતું. જેના કારણે તેને વજન ઉતારવા માટે જીમ જોઈન કર્યું અને ત્યારબાદ તેને બોડી બનાવવાનો શોખ લાગ્યો હતો. આ બોડી બનાવવાના શોખના કારણે તેને બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લીધો અને અનેક પુરસ્કાર પણ જીત્યા છે. જ્યારે સૌરાષ્ટ્રનો પ્રથમ એવો આ ખેલાડી છે. જેને નેશનલ કક્ષાએ પણ એવોર્ડ મળ્યો છે. જેને લઇને હાલ તે બોડી બનાવતા યુવાનોના પ્રેરણા રૂપ બન્યો છે.

આ પણ વાંચો Unseasonal Rains : રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

નાની મોટી બીમારી: નિખિલ ગોહિલ નામના યુવાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મારી ઉંમર 37 વર્ષની છે. જ્યારે હું 30 વર્ષ પૂર્ણ કરીને 31 વર્ષમાં પ્રવેશ્યો ત્યારથી હું મારા ફીટનેસ અને બોડી બનાવવા ઉપર ધ્યાન આપી રહ્યો છું. સામાન્ય રીતે મને નાની ઉંમરમાં શ્વાસ ચડી જવો અને શરીરમાં દુખાવો થવો આવી અનેક નાની મોટી બીમારી હતી. જેના કારણે હું આ માટે ડોક્ટર પાસે ગયો હતો. ત્યારે મારા શરીરનું વજન 93 કિલો હતો. એવામાં તબીબે મને સલાહ આપી કે તમારી ઉંમર ખૂબ નાની છે અને તમારે આ વજન ઉતારવું જોઈએ. ત્યારબાદ મેં મારા શરીરનું વજન ઉતારવાનું શરૂ કર્યું અને આ બધાની વચ્ચે મને બોડી બિલ્ડિંગ કરવાનો શોખ પણ લાગ્યો હતો.

આ પણ વાંચો Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ

પર્સનલ ટ્રેનિંગ: નિખિલ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, 2019 -20માં મે ફિટનેસ સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો અને પર્સનલ ટ્રેનિંગ પણ લીધી હતી. ત્યારબાદ મેં બોડી બિલ્ડીંગ નાના-મોટા સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે સૌથી પહેલા સૌરાષ્ટ્ર લેવલની સ્પર્ધામાં હું ત્રીજા નંબરે આવ્યો હતો. ત્યારબાદ હું ગુજરાત લેવલની સ્પર્ધામાં ભાગ લેવા ગયો હતો. જ્યાં મને તાજેતરમાં જ ગોલ્ડ મેડલ મળ્યો છે. જ્યારે અહીંયા હું ગોલ્ડ મેડલ જીત્યો જેના કારણે મને નેશનલ માટેની તક મળી હતી. અને બિહારના પટના ખાતે હું નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે ગયો હતો. જ્યાં હું 65 kg કેટેગરીમાં ટોપ ફાઈવ માં સિલેક્ટ થયો હતો. જોકે બોડી બિલ્ડિંગ માં સૌરાષ્ટ્રમાં પ્રથમ એવો હું છું જેને નેશનલ માં ટોપ ફાઈવ માં સિલેક્ટ કરવામાં આવ્યો હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.