ETV Bharat / state

રાજકોટમાં 31st ની ઉજવણીને લઇ પોલીસે સઘન ચેકિંગ કરાયું

author img

By

Published : Jan 1, 2021, 7:42 AM IST

Updated : Jan 1, 2021, 12:40 PM IST

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 12 જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ફાર્મ હાઉસ, કારખાના, હોટલો, પાર્ટી પ્લોટમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટમાં 31st ની ઉજવણીને લઇ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું
રાજકોટમાં 31st ની ઉજવણીને લઇ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું

  • LCB ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી
  • તમામ પોલીસ સ્ટેશનની ટીમ તૈનાત કરાઇ
  • 11 કલાક સુધી જ શહેરોમાં હોટલો કે દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી
  • શંકાસ્પદ લોકોનું જ બ્રિધ એનેલાઇઝરથી ચેકિંગ કરાયું

રાજોકોટઃ થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખી જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ, પોરબંદર હાઇવે પર આવેલી રાજકોટ જિલ્લાની ચેક પોસ્ટ એટલે કે ગણોદ ચેક પોસ્ટ પર ઉપલેટા PI સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા અવર જવર કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટમાં 31st ની ઉજવણીને લઇ પોલીસે સઘન ચેકિંગ કરાયું

LCB - SOG બ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો બનાવાઇ

જિલ્લાના 11 તાલુકાના શહેરોમાં પણ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરોમાં અને હાઇવે પર વાહનોમાં ચાલકોનું પણ થર્ટી ફર્સ્ટને લઈને બ્રિધ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઈ બ્રિધ એનેલાઇઝર એક સિરીઝ ચેક થયા બાદ નવી સિરીઝથી ચેકિંગ કરવામાં આવતું હતું. ઉપલેટા- ધોરાજી-જેતપુર-આટકોટ- જસદણ શહેરમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કડકડતી ઠંડીમાં પોલીસ જવાનો ચેક પોસ્ટ પર સ્ટેન્ડ બાય રહ્યા

લોકડાઉનમાં આકરો તડકો અને 31st ની રાત્રે કડકડતી ઠંડીમાં પોલીસ જવાનો દ્વારા તમામ ચેક પોસ્ટ પર વાહનોની અવર જવર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભારે ઠંડીના કારણે લોકોમાં પણ અવર જવર ઓછી જોવા મળી હતી. કોરોના મહામારીને લઈ તમામ તહેવારોની ઉજવણી પર પાબંધી કરવામાં આવી હતી, ત્યારે રાજકોટ જિલ્લામાં 31st ને લઈ પોલીસનો ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.

Last Updated : Jan 1, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.