ETV Bharat / state

Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ

author img

By

Published : Feb 23, 2022, 5:30 PM IST

રાજકોટ મહાનગરપાલિકામાં (Rajkot Municipal Corporation) જુનિયર કલાર્ક માટેની ભરતી(Junior Clerk Recruitment 2022)પ્રક્રિયા પરીક્ષા બાદ મેરિટ જાહેર કરાયું છે. તેમાં 27 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ હોવાનો આક્ષેપ થયો છે. શું છે તપાસનો ધમધમાટ અને ખુલાસા તે જાણો.

Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ
Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ

રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર કલાર્ક માટેની ભરતી(Junior Clerk Examination in Rajkot Municipal Corporation)પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેની પરીક્ષા યોજાયા બાદ તેનું મેરિટ પણ જાહેર કરાયું છે. જ્યારે આ મેરિટમાં 27 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ કરીને તેમને નિમણૂક આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. જ્યારે આ મામલે મનપા કમિશનર દ્વારા ભરતીમાં કોઈ પણ ગેરરીતિ ન થઈ હોવાનું મીડિયાને જણાવવામાં આવ્યું હતું.

ગેરરીતિ થયાનો આક્ષેપ

CPT પાસ ન થયેલા 27 લોકોને નિમણૂક અપાઈ

રાજકોટ મહાનગરપાલિકાની(Rajkot Municipal Corporation)જુનિયર કલાર્કની ભરતીમાં CPTની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેનું પરીણામ જાહેર કરાયુ નથી. એવામાં મનપા દ્વારા 27 લોકોને 6 મહિનામાં CPT પરીક્ષા પાસ કરવાની શરત સાથે નિમણુંક આપવામાં આવી હતી. જ્યારે આ મામલે આપ નેતા યુવરાજસિંહ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે તમામ બાબતોને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાઈનલ ઓર્ડરની યાદી બદલવામાં આવી હતી. જે ઉમેદવારોએ CPTની પરીક્ષા પાસ કરી હોય તેમને જ નિમણુંક આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ BOARD EXAM : 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા, જુઓ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ

ભરતી સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો નિર્ણય

જ્યારે આ મામલે વિવાદ થતા મનપા કમિશનર અમિત આરોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાન્ય રીતે કોઈ ક્લાર્કની પરીક્ષામાં ટાઈપિંગ ટેસ્ટ હોતી નથી. જે બાબતને ધ્યાનમાં રાખીને પરીક્ષા સમિતિ દ્વારા એ નિયમ બનાવમાં આવ્યો હતો કે જે ઉમેદવાર CPT પરીક્ષા ફેઈલ થશે તેમને 6 મહીનાનમાં પાસ કરવાની રહેશે. જ્યારે આ મામલે ભરતી સમિતિ અને ઉમેદવારોએ રજુઆત કરી હતી. જેના કારણે મેરિટમાં જે પણ CPT નાપાસ ઉમેદવારો છે તેમના નામ તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે અને ફરી નવું મેરીટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ HSC SSC Prelim Paper leak 2022 : ધો. 10-12 પ્રિલિમ પરીક્ષા પેપર લીક થયાં, શિક્ષણ સચિવે તપાસના આદેશ છોડ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.