ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં મનરેગા યોજનામાં 12 હજાર શ્રમિકોને મળી રોજગારી

author img

By

Published : May 22, 2020, 8:28 PM IST

કોરોના વૈશ્વિક મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 91 ગામમાં કામો ચાલુ કરવામાં આવ્યા છે.જેમાં 12,356 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે.તેમજ મનરેગા યોજનામાં કામ કરવા ઈચ્છુક હોય તેવા તમામ શ્રમીકોને કામ અપાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

etv bharat
રાજકોટ: મનરેગા યોજનામાં 12000 શ્રમિકોને મળી રોજગારી

રાજકોટ: કોરોના વૈશ્વિક મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 91 ગામમાં કામો ચાલુ કરવામાં આવ્યા છે.જેમાં 12,356 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે.

etv bharat
રાજકોટ: મનરેગા યોજનામાં 12000 શ્રમિકોને મળી રોજગારી

જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતના તમામ સદસ્યને તેમજ ગામના સરપંચોને પત્ર લખી તેમના વિસ્તાર-ગામમાં શ્રમિકો ઉપલબ્ધ હોય અને મનરેગા યોજનામાં કામ કરવા ઈચ્છુક હોય તેવા શ્રમીકોને કામ અપાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેમને ગામના સરપંચ, તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે.તેમજ તાલુકાની તાલુકા પંચાયત કચેરીનો અને તાલુકા વિકાસ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નંબર 0282-247 4306 પર સવારના 11 થી સાંજના 5 દરમિયાન સંપર્ક કરી શકે છે.અથવા શ્રમિકો તેમનું નામ, સંપર્ક નંબર, ગામનું નામ અને તાલુકાના નામની વિગત સાથે ફોન નંબર 99043 41558 અથવા 9904921100 પર વોટ્સએપ પણ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.