ETV Bharat / state

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, 125 બેઠકો મળશે : 2017ના વિજય થયેલા નેતા

author img

By

Published : Nov 10, 2022, 11:38 AM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય (Dhoraji Election candidate) પાર્ટીઓ પોતાની ગતિવિધિઓમાં જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસના લલિત વસોયાએ કોંગ્રેસની (Rajkot Assembly Candidate) સરકાર બનશે તેવી વાત કરી અને 125 બેઠકો કોંગ્રેસને મળશે તેવું પણ જણાવ્યું છે. જુઓ આ અહેવાલમાં. (Gujarat Assembly Election 2022)

Etv Bharatગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, 125 બેઠકો મળશે : 2017ના વિજય થયેલા નેતા
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, 125 બેઠકો મળશે : 2017ના વિજય થયેલા નેતા

રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પક્ષો લોકોને રીઝવી (Rajkot Assembly Candidate) રહ્યા છે. આ વર્ષે ચૂંટણીને લઈને રાજ્યનો નાગરિકોમાં અનેરો રંગ જોવા મળી છે. ત્યારે ધોરાજી ઉપલેટા વિધાનસભાની બેઠકના વર્ષ 2017ના કોંગ્રેસના વિજેતા થયેલ નેતા લલિત વસોયાએ આગામી વિધાનસભાની અંદર 125 કરતાં પણ વધારે બેઠકો કોંગ્રેસને મળશે તેવી વાત કરી છે. આ સાથે જ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.(Election candidate in Dhoraji)

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની લલિત વસોયાએ કરી વાત

લલિત વસોયાનો દબદબો કોંગ્રેસના લલિત વસોયા ગત 2017ની વિધાનસભાની (Dhoraji Election candidate) ચૂંટણીની અંદર ધોરાજી ઉપલેટા વિધાનસભાની અંદર રેકોર્ડ બ્રેક એટલે કે 25,000 કરતાં પણ વધારે મતોથી જીત્યા હતા. ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલને હરાવ્યા હતા, ત્યારે આ વર્ષે ધોરાજી ઉપલેટા વિધાનસભાની અંદર હજુ સુધી ભાજપ કે કોંગ્રેસના કોઈપણ ઉમેદવારને ટિકિટ નથી મળી કે કોઈપણના નામ જાહેર નથી થયા, ત્યારે કોંગ્રેસના લલિત વસોયાએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની વાત કરી છે. તેમજ 125 કરતાં વધારે બેઠકો કોંગ્રેસને મળશે તેવું પણ જણાવ્યું છે. (Lalit Vasoya in Dhoraji)

ઉમેદવારને લઈને ચર્ચાનુું જોર ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આગામી દિવસોની અંદર ભાજપ અને કોંગ્રેસના નામો જાહેર થયા નથી, ત્યારે રાજકોટ જિલ્લાની ધોરાજી ઉપલેટા બેઠક પર સૌ કોઈની નજર છે કે અહીંયા ભાજપમાંથી તેમજ કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર જાહેર થશે તેને લઈને ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો બીજી બાજુ હજુ લલિત વસોયાએ પાર્ટી તરફથી ટિકિટ નથી આપવામાં આવી. જોકે હાલ કોંગ્રેસના લલિત વસોયાએ પોતાના પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.