ETV Bharat / state

RMC Budget: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂપિયા 2586.82 કરોડનું બજેટ રજૂ કરાયું

author img

By

Published : Jan 31, 2023, 7:22 PM IST

મ્યુ. કમિશનર અમિત અરોરા દ્વારા વર્ષ 2023-24નું 101 કરોડનાં કરબોજ સાથેનું કુલ રૂ. 2586.82 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં પાણી-મિલકત વેરામાં તોતિંગ વધારો તેમજ નવો પર્યાવરણ વેરો સુચવાયો છે.

RMC Budget
RMC Budget

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા દ્વારા આજે વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બજેટનો અભ્યાસ કરવામા આવશે ત્યારબાદ સુધારા વધારા સાથે આખરી મહોર સાથે જાહેર કરવામાં આવશે. મનપા કમિશનર દ્વારા કુલ રૂ.2586.82 કરોડનું બજેટ મુકવામાં આવ્યું છે.

. બજેટમાં પાણી-મિલકત વેરામાં તોતિંગ વધારો તેમજ નવો પર્યાવરણ વેરો સુચવાયો
. બજેટમાં પાણી-મિલકત વેરામાં તોતિંગ વધારો તેમજ નવો પર્યાવરણ વેરો સુચવાયો

101 કરોડનો કરબોજ સુચવવામાં આવ્યો: મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાએ આજે વર્ષ 2023-24નું અંદાજપત્ર રજુ ર્ક્યું હતું. કુલ 2586.82 કરોડના આ બજેટમાં રૂ.101 કરોડનો કરબોજ સુચવવામાં આવ્યો છે. આ કારણે શહેરીજનો પર વાર્ષિક 30થી 40ટકા અને પ્રત્યેક કરદાતા દીઠ રૂ.300નું આર્થિક ભારણ વધવાનો અંદાજ છે. ખાસ કરીને પાણીવેરા, મિલકતવેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં કરવામાં આવેલા વધારાને કારણે શહેરીજનો પર આર્થિક બોજ વધશે. કમિશનરે પહેલી જ વાર એન્વાયરમેન્ટ ટેક્સ સુચવ્યો છે. આવી જ રીતે જમીન વેંચાણના 400 કરોડ, એફએસઆઇની રૂ. 141 કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો BUDGET 2023: શા માટે જરુરી છે રેલ્વે બજેટ, જાણો આવકના સ્ત્રોત અને ખર્ચ...

થિયેટર ટેક્સ પ્રતિ શો રૂ. 1000 કરવાની દરખાસ્ત કરાઇ: બીન રહેણાંક મિલકતોનો કાર્પેટ એરિયા 50 ચોરસ મીટરથી વધુ હોય તેવી મિલકતોના સામાન્ય કરના 13 ટકા નિયત કરીને વસુલવાની જોગવાઇ સુચવવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે, 2016-17માં થિયેટર ટેક્સના દરમાં સુધારણા કરવામા આવી હતી. જે મુજબ 2022-23 સુધી પ્રતી શો રૂ. 100 લેખે થિયેટર ચાર્જ વસુલવામા આવે છે. શહેરમાં મલ્ટીપ્લેક્સ સિનેમાના વધતાં વ્યાપને ધ્યાને લઇને થિયેટર ટેક્સ પ્રતિ શો રૂ. 1000 કરવાની દરખાસ્ત કરાઇ છે.

આ પણ વાંચો Budget 2023 : ડાયમંડ નગરીની ગૃહિણીઓએ બજેટમાં શું છે આશા અપેક્ષાઓ જાણો

ખુલ્લા પ્લોટ પરના ટેક્સમાં વધારો સુચવાયો: આગામી વર્ષ 2023-24માં ખુલ્લા પ્લોટ પરના ટેક્સમાં વધારો સુચવાયો છે. આ મુજબ 500 ચોરસમીટર સુધીના ખુલ્લા પ્લોટમાં વાર્ષિક રૂ. 28 પ્રતી ચોરસ મીટર, 500 ચોરસ મીટરથી મોટા ખુલ્લા પ્લોટમાં પ્રતી ચોરસ મીટર વાર્ષિક રૂ. 42 અને વર્ષ દરમિયાન કોઇપણ સમય મર્યાદામાં વાણિજ્યક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા ખુલ્લા પ્લોટ માટે વાર્ષિક રૂ. 56 પ્રતી ચોરસમીટરનો વધારો સુચવાયો છે. આવી જ રીતે મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જ એેન્વાયરમેન્ટ ચાર્જ લેવાની દરખાસ્ત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.