ETV Bharat / business

BUDGET 2023: શા માટે જરુરી છે રેલ્વે બજેટ, જાણો આવકના સ્ત્રોત અને ખર્ચ...

author img

By

Published : Jan 31, 2023, 6:59 PM IST

2017 પહેલા રેલ્વે બજેટ સામાન્ય બજેટથી અલગ રજૂ કરવામાં આવતું હતું. મોદી સરકારે આ પરંપરા તોડી. હવે તેને સામાન્ય બજેટની સાથે રજૂ કરવામાં આવે છે. રેલવેના મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તેના માટે મોટી રકમ ફાળવે છે. વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 માટે રેલવે બજેટ 4.8 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ કુલ બજેટના 12 ટકા છે.

રેલવે એ આપણા દેશની પરિવહન વ્યવસ્થાની લાઈફલાઈન
રેલવે એ આપણા દેશની પરિવહન વ્યવસ્થાની લાઈફલાઈન

નવી દિલ્હી: રેલવે એ આપણા દેશની પરિવહન વ્યવસ્થાની લાઈફલાઈન છે. યાત્રીઓની અવરજવરમાં રેલવેની સૌથી મોટી ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે અંગ્રેજોના સમયથી રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 2017માં આ પરંપરા તૂટી ગઈ. મોદી સરકારે સામાન્ય બજેટમાં રેલવે બજેટનો સમાવેશ કર્યો છે. રેલ્વેના મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલ્વે મંત્રાલયને મોટી રકમ ફાળવે છે.

કુલ બજેટના 12 ટકા રેલ્વે બજેટ: વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 માટે રેલવે બજેટ 4.8 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ કુલ બજેટના 12 ટકા છે. કોવિડ દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનને હટાવ્યા બાદ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ફરી એક નવો વેગ મળ્યો છે. આનો સૌથી વધુ ફાયદો રેલવેને થયો છે. કોવિડ સમયગાળાની તુલનામાં રેલવેની આવકમાં 74 ટકા સુધીનો વધારો થયો છે.

માલ-ભાડાં અને મુસાફરો દ્વારા કમાણી: સરકાર દ્વારા અંદાજપત્રિય સહાય ઉપરાંત, રેલવે માટે આવકના મુખ્ય સ્ત્રોત માલ-ભાડાં અને મુસાફરો દ્વારા કમાણી છે. રેલવે કેટલીક અન્ય વસ્તુઓમાંથી પણ કમાણી કરે છે. રેલવે સૌથી વધુ કમાણી માલ-સામાનમાંથી કરે છે. ચાલુ નાણાકીય વર્ષમાં રેલવેને 2.34 લાખ કરોડની કમાણી થઈ છે. જેમાંથી 1.65 લાખ કરોડ માલ-ભાડાંમાંથી મેળવ્યા છે. આ હિસ્સો બે તૃતીયાંશ કરતાં પણ વધુ છે. આ પછી 58,500 કરોડની કમાણી મુસાફરો દ્વારા થઈ હતી. જેની ભાગીદારી એક ક્વાર્ટર કરતાં ઓછી છે. આ બે સિવાય રેલ્વેને લગભગ 16 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: UNION BUDGET 2014-2022: નવા બજેટ પહેલા જાણો મોદી સરકારના જૂના બજેટની કહાની

રેલ્વે માટે બજેટ જરૂરી: પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે રેલવેની કમાણી 2.4 લાખ કરોડ છે, પરંતુ આ આવક રેલવે માટે પૂરતી નથી. આવી સ્થિતિમાં, જ્યાં સુધી તેને બજેટની સહાય નહીં મળે, ત્યાં સુધી રેલવેની સામે મુશ્કેલ સ્થિતિ રહેશે. આ વર્ષે સરકાર તરફથી રેલવેને 1.37 લાખ કરોડનો વધારાનો અંદાજપત્રીય ટેકો મળવાનો અંદાજ છે. આ રીતે રેલવે પાસે કુલ 3.77 લાખ કરોડનું બજેટ ઉપલબ્ધ થશે. ભારત સરકાર તરફથી તેની પ્રાપ્તિ અને મૂડી સહાય ઉપરાંત, રેલવે વધારાના-બજેટરી સંસાધનોમાંથી 1 લાખ કરોડથી વધુ એકત્ર કરશે. આ રીતે કુલ રેલવે બજેટ 4.8 લાખ કરોડ રૂપિયા થશે.

આ પણ વાંચો: Budget 2023: કોવિડના 3 વર્ષ પછી આવકવેરાની મર્યાદામાં વધારો થવાની અપેક્ષા

મૂડી ખર્ચ સમાન સ્તરે: ખર્ચ - રેલ્વેની આવક અને મૂડી ખર્ચ લગભગ સમાન છે. એટલે કે તેની કમાણી 2.34 લાખ કરોડ રૂપિયા છે. અને મૂડી ખર્ચ પણ સમાન સ્તરે છે. મૂડી ખર્ચનો અર્થ થાય છે - રેલ્વે લાઈનોનું વિસ્તરણ, ગેજનું રૂપાંતર, રેલ્વે લાઈનોનું બમણું કરવું, વિદ્યુતીકરણ, એન્જિનની ખરીદી, રોલિંગ સ્ટોકમાં રોકાણ વગેરે. ચાલુ નાણાકીય વર્ષમાં આના પર 2.46 લાખ કરોડ રોકાણનો અંદાજ છે. તમે જોશો કે રેલવેનો ઓપરેટિંગ રેશિયો 97 ટકા છે. સરળ શબ્દોમાં કહીએ તો, રેલવે એક રૂપિયો કમાવવા માટે 97 પૈસા ખર્ચે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.