ETV Bharat / state

Rajkot Crime: અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા

author img

By

Published : Jan 8, 2023, 7:35 PM IST

Updated : Jan 9, 2023, 12:16 PM IST

two land half year old girl Body found in Rajkot: આ બાળકી છેલ્લા ત્રણ દિવસથી ગુમ હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકીનો મૃતદેહ મળી આવતા રાજકોટની આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાળકીના મૃતદેહને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં (rajkot civil hospital) ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

Rajkot baby girl murder
Rajkot baby girl murder

રાજકોટઃ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ઝાડીમાંથી એક અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા (two land half year old girl Body found in Rajkot) ચકચાર પામી જવા છે. જ્યારે આ બાળકી છેલ્લા ત્રણ દિવસથી ગુમ હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકીનો મૃતદેહ મળી આવતા રાજકોટની આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાળકીના મૃતદેહને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં (rajkot civil hospital) ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, આ બાળકી કોણ છે તેમજ તેના પરિવારજનો કોણ છે તે સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: માછલી પકડવાની નાયલોન દોરીને ચાઈનીઝ દોરીનું નામ આપ્યુ

છેલ્લા ત્રણ દિવસથી બાળકી અને તેના પિતા ગુમ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બાળકી અને તેના પિતા ત્રણ દિવસથી ગુમ (Rajkot father and daughter missing) હતા. જ્યારે આજે આ બાળકીનો મૃતદેહ રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાંથી ઝાડીઓ માંથી મળી આવ્યો છે. જેને લઈને પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ મૂળ પરિવાર ઉત્તર પ્રદેશનો પણ હોવાનું રચાય રહ્યું છે. તેમજ આ બાળકીની હત્યા (Rajkot baby girl murder) કરાઈ હોવાનું પણ વાત સામે આવી રહી છે. જોકે આ સમગ્ર મામલે પીએમ રિપોર્ટ બાદ જ અનેક ખુલાસા થઈ શકશે. બાળકીનો મૃતદેહ મળી આવવાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો: તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું

હત્યા કરવામાં આવી હોવાની આશંકા : અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ ઘટનામાં એવી પણ વાત સામે આવી રહી છે કે આ બાળકી સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોઈ શકે છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. જોકે હાલ માત્ર શંકા જ સેવાઇ રહી છે. આ બાળકીના મૃતદેહને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પીએમ શરૂ કરવામાં આવ્યું છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આજે સમગ્ર મામલે હકીકત છે સામે આવશે.

Last Updated :Jan 9, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.