ETV Bharat / state

Gram Panchayat Election in Rajkot: રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં જોવા મળશે ખરાખરીનો ખેલ

author img

By

Published : Dec 17, 2021, 1:34 PM IST

Updated : Dec 17, 2021, 3:41 PM IST

19 ડિસેમ્બરના(December 19 election) રોજ રાજ્યમાં વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election in Rajkot) યોજાનાર છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયતો માંથી 134 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. પરંતુ જે ગ્રામ પંચાયતોની ચૂંટણીને(Election of Gram Panchayats) લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. ત્યારે હવે રવિવારના રોજ 413 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીમાં(2021 Rajkot Gram Panchayat Election) જોવા મળશે ખરાખરીનો ખેલ.

Gram Panchayat Election in Rajkot: રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં જોવા મળશે ખરાખરીનો ખેલ
Gram Panchayat Election in Rajkot: રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં જોવા મળશે ખરાખરીનો ખેલ

રાજકોટઃ 19 ડિસેમ્બરના(December 19 election) રોજ રાજ્યમાં વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election in Rajkot) યોજાનાર છે. ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયતો માંથી 134 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ત્યારે હવે રવિવારના રોજ 413 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જે ગ્રામ પંચાયતોની ચૂંટણીને(Election of Gram Panchayats) લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. આ ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મશીનના બદલે બેલેટ પેપરથી યોજાનાર છે. જેમાં જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

964 જેટલા મતકાન મથકો ઉભા કરવામાં આવ્યા

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની(Gram Panchayat elections in Rajkot district) વાત કરવામાં આવે તો 413 પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. જેમાં 410 જેટલી સરપંચની બેઠક છે. જ્યારે વિવિધ વોર્ડના સભ્યોની સંખ્યામલ 3005 છે. આ ચૂંટણીઓમાં પુરુષ મતદારોની(Male voters in Rajkot Gram Panchayat elections) સંખ્યા 388724 જેટલી છે. તેમજ સ્ત્રી મતદારોની સંખ્યા 353606 જેટલી છે અને અન્ય મતદાર તરીકે 1 નોંધણી થઈ છે. આમ રાજકોટમાં વિવિધ ગામોમાં કુલ મતદારોની સંખ્યા(Total voters in Rajkot Gram Panchayat elections)742331 જેટલી થવા જાય છે. આ તમામ લોકો આગામી રવિવારના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.

358 સંવેદનશીલ મતદાન મથકો

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(2021 Rajkot Gram Panchayat Election) કુલ 964 મતદાન મથકો છે. જેમાં 358 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. તેમાંથી 61 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે મતપેટીની સંખ્યાની વાત કરવામાં આવે તો 1939 મતપેટીઓ હાલ ઉપલબ્ધ છે. જેમાંથી 1089 મતપેટીઓનો ઉપયોગ આ ચૂંટણીઓમાં થનાર છે. આ ચૂંટણીમાં 144 ચૂંટણી અધિકારીઓ અને 144 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. આ સાથે જ 5501 જેટલો પોલિંગ સ્ટાફ(polling staff in rajkot) પણ હાજર રહેશે.

આ પણ વાંચોઃ Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું

આ પણ વાંચોઃGram Panchayat Election 2021: બાવલીયારી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો શા માટે કર્યો બહિષ્કાર?

Last Updated : Dec 17, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.