ETV Bharat / state

Gram Panchayat Election 2021: બાવલીયારી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો શા માટે કર્યો બહિષ્કાર?

author img

By

Published : Dec 16, 2021, 4:18 PM IST

Updated : Dec 16, 2021, 5:52 PM IST

ભારતની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામ પંચાયત (Gram Panchayat Election 2021) સુધી સત્તાની વહેંચણી એ હેતુથી કરવામાં આવી છે કે, છેવાડાના વ્યક્તિ સુધી કેન્દ્ર સરકારની તમામ સુવિધા પહોંચી વળે, પરંતુ ધોલેરા તાલુકાના બાવલીયારી ગામના લોકોએ આ વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન (Bavlia Protest) કર્યો છે. બાવલીયારી ગામવાસીઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર (Boycott of Gram Panchayat elections) કરવાનો નિર્ણય લીધો છે.

Gram Panchayat Election 2021: બાવલીયારી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર
Gram Panchayat Election 2021: બાવલીયારી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર

  • ખેડૂતોની જમીન બળજબરી પૂર્વક લઈ લેતા ગામવાસીઓમાં આક્રોશ
  • બાવલીયારીમાં આ વખતે ચૂંટણી નહીં લડવાનો સહિયારો નિર્ણય
  • ગામમાં 5 હજારની વસતી સામે 3 હજાર મતદારો

અમદાવાદ: ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election 2021) જાહેરનામા બહાર પડતાં બાવલીયારી ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર (oycott of Gram Panchayat elections) કરી પોતાનો સરકાર સમક્ષ આક્રોશ (Outrage before the government) ઠાલવી રહ્યાં છે. બાવલીયારી ગામવાસીઓનું કહેવું છે કે, ગુજરાત હાઇકોર્ટની (Gujarat High Court) ખંડપીઠ દ્વારા મનાઈ હુકમ હોવા છતાં એક્સપ્રેસવે માટે બળજબરીથી ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી છે. તેમની એ પણ વેદના છે કે, હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈપણ વળતર ચુકવ્યા વિનાં આધુનિક મશીનો દ્વારા ઉભા પાક પાડીને ખેડૂતોનું નુક્સાન કરવામાં આવી રહ્યું છે. જેની સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જાણો શું કહે છે ગામના ખેડૂત પ્રિયરાજસિંહ ચુડાસમા

ટેલિફોનિક વાતચીત દરમિયાન ગામના ખેડૂત પ્રિયરાજસિંહ ચુડાસમાએ ETV Bharatને જણાવ્યું હતું કે, ધોલેરા SIR પ્રોજેક્ટ સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે, તેમ છતાં ગામના લોકોની જમીન બળજબરીપૂર્વક લઇ લેવામાં આવી રહી છે. અહીં લોકશાહી જેવું કંઈ લાગતું જ નથી. અમારા ગામમાં 5 હજારની વસતી સામે 3 હજાર મતદારો છે, પરંતુ આ વખતે અમે ચૂંટણી નહીં લડવાનો સહિયારો નિર્ણય લઇ લીધો છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે 'રેરા એપલેટ ટ્રિબ્યુનલ'માં ખાલી પડેલી જગ્યા ભરવા બાબતે સરકાર પાસે માંગ્યો જવાબ

આ પણ વાંચો: એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે, હાઇકોર્ટે GPCBની ઝાટકી

Last Updated : Dec 16, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.