ETV Bharat / state

Tanmya Adopted: રાજકોટ બાલાશ્રમની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ

author img

By

Published : May 10, 2023, 12:51 PM IST

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમની 12 વર્ષની તન્મયને મૂળ ભારતીય અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલા પરિવાર દ્વારા દત્તક લેવામાં આવી છે. બાલાશ્નમની તન્મયે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. દત્તક લેનાર તેના પાલક પિતાએ મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, 'ખૂબ જ ખુશી થઈ રહી છે અને હવે અમારો પરિવાર પૂરો થશે.' અત્યાર સુધીમાં રાજકોટના બાલાશ્રમમાંથી 300થી વધુ બાળકોને ફોરેનર દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.

રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ

રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ

રાજકોટ: રાજકોટના ગોંડલ રોડ પર આવેલ કાઠિયાવાડ બાલાશ્રમની 12 વર્ષની તન્મયને આજે મૂળ ભારતીય અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલા પરિવાર દ્વારા દત્તક લેવામાં આવી છે. જયારે આ બાળકીને દત્તક લેવાની કાયદાકિય પ્રક્રિયા આજે પૂર્ણ થતાં બાળકીને તેના પાલક માતાપિતાને આશ્રમ દ્વારા સોંપવામાં આવી હતી. હવે આ બાળકી પોતાના માતાપિતા સાથે અમેરિકા જશે અને ત્યાં પોતાનું ભવિષ્ય ઊજળું કરશે. જ્યારે આ બાળકીને વિદાય થતાં બાલાશ્રમ ખાતે લાગણી સફર દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટના આ બાલાશ્રમમાંથી 300થી વધુ બાળકોને ફોરેનર દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. ત્યારે વધુ એક દીકરીને અમેરિકન માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. જેને લઇને આશ્રમમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
અમારો પરિવાર હવે પૂર્ણ થયો-પાલક પિતા: જ્યારે આ અંગે તન્મયને દત્તક લેનાર તેના પાલક પિતા એવા ઉમેશ શ્રીવાસ્તવ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, ''ખૂબ જ ખુશી થઈ રહી છે અને હવે અમારો પરિવાર પૂરો થશે. જ્યારે અમારે એક દીકરો પણ છે પરંતુ હવે અમે દીકરીને દત્તક લીધી છે અને અમારો પૂરો પરિવાર થયો છે. હું અમેરિકામાં કોમ્પ્યુટર ક્ષેત્રે નોકરી કરી રહ્યો છું. જ્યારે બાળકોને દતક લેવા માટેની એક પ્રક્રિયા હોય છે, જેને અમે અનુસંધીને અહીંયા રાજકોટ ખાતે તન્મયને મળ્યા અને અમને ખુશી થઈ ત્યારબાદ અમે તેને દતક લેવાનું નિર્ણય કર્યો હતો. જ્યારે અમે તન્મયને પહેલી વાર જોઈ ત્યારે અમને એવું લાગ્યું કે, તે અમારા પરિવાર સાથે અનુકૂળ રીતે રહી શકશે અને તેના કારણે જ અમે તેને દતક લેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે અમે મૂળ બિહારના છીએ અને વર્ષોથી અમેરિકામાં સેટલ થયા છીએ.''
રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ


દીકરીઓ આજે તમામ ક્ષેત્રમાં આગળ: ઉમેશ શ્રીવાસ્તવ્ય વધુમાં જણાવ્યું હતું કે, ''હાલમાં દીકરીઓ સ્પેસમાં જઈ રહી છે. તેમજ પુરુષ કરતાં પણ વધુ કામ કરી રહી છે. જ્યારે અમેરિકામાં ખૂબ જ સારા પદ ઉપર હાલ દીકરીઓ પોતાની ફરજ બજાવી રહી છે. આ બધું જોઈને અમને પણ એવું થયું કે, અમારે પણ એક દીકરી દત્તક લેવી જોઈએ અને આ પ્રક્રિયાને આગળ વધારવી જોઈએ. જેના કારણે તન્મયને દત્તક લીધી છે. ત્યારે અત્યારે અમે તેને સૌથી પહેલા ખુશ રાખવાના પ્રયત્નો કરશું અને ત્યારબાદ અમારા પરિવાર સાથે તે હળી મળીને રહે તેવા પ્રયાસો કરશું અને ભવિષ્યમાં તેને જે પણ બનવું હશે તેના માટે અમે તેને સપોર્ટ કરશું. તન્મયનું અમે નવું નામ આહના શ્રીવાસ્તવ રાખ્યું છે.

રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
રાજકોટની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ

1. Ahmedabad crime news: રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે મારામારી મોતમાં પરિણમી, ઘટના CCTVમાં કેદ

2. Rajkot unseasonal rains: પૂર્વ ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સહાયની કરી માંગ

3. Temperature of Surat: સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન

પરિવાર દ્વારા નવું નામ આપવામાં આવ્યું: તન્મયને દતક લેનાર પાલક માતા એવા શિવાની શ્રીવાસ્તવ્ય જણાવ્યું હતું કે, અમારે એક પુત્ર છે પરંતુ અમારી દીકરીના હોવાથી અમારું ઘર ખાલી ખાલી લાગતું હતું અને અમારો પરિવાર અધુરો લાગતો હતો. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી અમે એક દીકરીને શોધી રહ્યા હતા. ત્યારે તન્મય સાથે અમારી મુલાકાત થઈ અને અમે તેને દત્તક લેવાનું નિર્ણય કર્યો હતો. જ્યારે રાજકોટ કાઠીયાવાડ બાલાશ્નમની તન્મયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પાંચ વર્ષની હતી ત્યારથી જ હું અહીંયા રહું છું અને હવે મને નવો પરિવાર મળ્યો છે. જેના કારણે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું. વર્ષ 2018 થી હું અહીંયા છું, ત્યારે હવે મને નવો પરિવાર મળ્યો છે તેની સાથે હું નવી જિંદગીની શરૂઆત કરીશ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.