ETV Bharat / state

Temperature of Surat: સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન

author img

By

Published : May 10, 2023, 10:27 AM IST

સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમ્યાન તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કૃષિ હવામાન વિભાગ દ્વારા પાક માટે જરૂરી કાળજી અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. આગામી દિવસોમાં 40 થી 44 ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન
સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન

સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન

બારડોલી : બારડોલી તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લામાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. મંગળવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યા બાદ આગામી 13મી સુધીમાં તાપમાનમાં ઓર વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બારડોલીમાં આગામી તારીખ 11મી મેના રોજ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી આગાહી હવામાન વિભાગે કરતાં બારડોલીવાસીઓએ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

13મી મે સુધી તાપમાનમાં સતત વધારો થશે: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા આગામી પાંચ દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લામાં 13મી સુધી તાપમાનમાં સતત વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે. બારડોલી તાલુકાની વાત કરવામાં આવે તો અહીં તાપમાનમાં શનિવાર સુધી તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે ત્યારબાદ થોડા અંશે ગરમીથી રાહત થવાની શક્યતા છે. બારડોલીમાં બુધવારના રોજ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, ગુરુવારના રોજ 44.2 ડિગ્રી, શુક્રવારના રોજ 43.5 ડિગ્રી અને શનિવારના રોજ 40.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનુ અનુમાન છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ જ સ્થિતિ રહી શકે છે. જો કે તારીખ 13મી બાદથી તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે.

  1. Gujarat Cabinet Meeting: બુધવારે સવારે 10.30 કલાકે મળશે કેબિનેટ બેઠક, અનેક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
  2. Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી
  3. NCRB ને ગુજરાત પોલીસનો વળતો જવાબ, 95 ટકા મહિલાઓના પરિવાર સાથે મિલન કરાવ્યા

ખેતી પાકને ગરમીથી બચાવવા માટે કાળજી: કૃષિ હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. વધુ તાપમાન અને પાણીની અછતને કારણે શેરડીના પાકમાં વેધક (મૂળ)નું પ્રમાણ અને સફેદમાખીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આથી આગમચેતીના ભાગ રૂપે સફેદમાખી પર નિયંત્રણ જરૂરી છે. આ માટે લીંબોડીનું દ્રાવણ તેમજ પાકમાં પરોપજીવી/પરભક્ષીઓની સંખ્યાનું પ્રમાણ જાળવી રાખવું તેમજ પાકમાં જરૂરી સમયાંતરે પિયત આપવું તેમજ પાકને પાણીની અછત ન સર્જાય તેની કાળજી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત શાકભાજીના પાકમાં પણ ગરમીને કારણે ફળ/ફૂલ પડી જવા, વૃદ્ધિમાં અવરોધ જેવી સમસ્યા પેદા થઈ શકે છે. આ માટે સમયાંતરે પિયત આપી ભેજનું પ્રમાણ જાળવી રાખવું અને મલ્ચિંગ કરવાનું જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.