ETV Bharat / state

પોરબંદર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ

author img

By

Published : Dec 12, 2019, 4:04 AM IST

પોરબંદરઃ ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે સાત દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો હતો. તાલીમમાં ઉપસ્થિત પોરબંદરનાં ખેડૂત દીપકભાઇ દોંગાએ કહ્યુ કે, દવાવાળી શાકભાજી અને રાસાયણિક ખાતર યુક્ત અનાજ ખાવાથી સમાજમાં બિમારી ફેલાય છે. સમાજ, દેશને બિમારી મુક્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતી જીરો બજેટથી થાય છે, પાક ઉત્પાદન વધારે પ્રમાણમા થાય છે, અને બજારમાં સારા ભાવ મળી રહે છે. ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા પ્રાકૃતિક ખેતી રામબાણ ઇલાજ છે.

ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ
ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ

  • પ્રાકૃતિક ખેતી કરવાથી સમાજ બિમારી મુક્ત બનશે
  • ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા પ્રાકૃતિક ખેતી રામબાણ

ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ તાલીમ વર્કશોપમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત 155 ગામના પ્રગતિશીલ ખેડૂતો સહભાગી થયા હતા. શિબિરમાં નિયમીત રહેલા ખેડૂતોને અંતિમ દિવસે પ્રમાણપત્રો અપાયા હતા. ખેડૂત વૈજ્ઞાનિક અને પદ્મશ્રી સુભાષ પાલેકર દ્રારા લાઇવ વિડીયોનાં માધ્યમથી ખેડૂતોને સાત દિવસ સુધી પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા હતા.

ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ
ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ
પ્રોજેકટ ડાયરેકટર આત્મા રીતેષ ગોહેલે અને ડે.ડાયરેકટર અરવિંદભાઇ ચાવડાએ વિેશેષ જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા માટે ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે. ખેતીમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણ પર ખરાબ અસરો થાય છે. પ્રાકૃતિક ખેતી કરીને માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણ પર થતી ખરાબ અસરો રોકી શકાય છે. તાલીમમા ખેડૂતો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે સરકારે રૂપિયા. 3 લાખ ફાળવ્યા છે.
ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ
ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ
જમીન ફળદ્રુપ રહે, ખેડૂતો ઓછા ખર્ચે પાકનું મબલખ ઉત્પાદન કરી શકે, સારૂ અનાજ આરોગીને સમાજ અને દેશ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ માટે અવાર નવાર ખેડૂતોને તાલીમ આપવામાં આવતી હોય છે, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાતુ હોય છે. ત્યારે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી તાલીમમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ ખર્ચ વગરની પ્રાકૃતિક ખેતી કરવાની ટેકનિક શીખી હતી.શિબિરાર્થી કડેગી ગામના ખેડૂત કારાભાઇ કડેગીયાએ કહ્યુ કે, હું મારી 12 વીઘાની જમીનમાં 3 વર્ષથી વગર ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી કરૂ છું એ પહેલા દવા, રાસાયણિક ખાતર જમીનમાં નાખતો તેની પાછળ અઢળક ખર્ચ થતો પણ પ્રાકૃતિક ખેતીથી વગર ખર્ચે સારો પાક થાય અને બજારમાં માગ્યો ભાવ મળે છે.ખેડૂત રણમલભાઇ ઓડેદરાએ કહ્યુ કે, મારી જમીનમાં જીવામૃત, આકળો, બીજામૃત, ગૌમૃત્ર, ખાટીછાશનો પાકમાં છંટકાવ કરીને વગર ખર્ચે મબલક પાક ઉત્પાદન કરૂ છું. અને આ શિબિરમાંથી વિશેષ શીખવા મળ્યુ તેનો પણ અમલ કરીશ.ખેડૂત મહિલા પ્રભાબેન ગુજરાતીએ કહ્યુ કે, આ શિબિર મને ખુબ જ ઉપયોગી પુરવાર થઇ છે. મારી જમીન ચીકણી માટીની હતી જેથી ફક્ત જુવારનો જ પાક લઇ શકાતો પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો જમીનમાં ઉપયોગ કરીને જીવામૃતનો છંટકાવ કર્યો, જેથી જમીન અળસિયા યૂક્ત બની અને જમીનની ચીકાશ દૂર થઇ છે. અત્યારે મગફળી, ઘાણા, મેથી, ઘઉં વગેરે પાકનું ઉત્પાદન વગર ખર્ચે અને ઓછી મહેનતે કરૂ છુ.ખેડૂત મહિલા રસીલાબેન કનેરીયાએ પ્રાકૃતિક ખેતી અને શિબિરથી થયેલા ફાયદા અંગે હર્ષ સાથે કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીથી ખોટા ખેતી ખર્ચ સાવ બંધ થયા છે અને માણસ, પશુ તથા જમીનને બિમારીથી મૂક્ત રાખી શકાય છે. કુતિયાણાના દિવ્યેશભાઇ ઓડેદરાએ કહ્યુ કે, મે મારી જમીનમાં રાસાયણિક ખાતર અને દવાના ઘઉં તથા પ્રાકૃતિક ખેતીથી બનતા ઘઉંની સરખામણી કરી છે. ખર્ચ વગરની ખેતીથી થતા ઘઉંની રોટલીમાં જે મીઠાસ હોય તે દવા કે રાસાયણિક ખાતરવાળા ઘઉંમાં નથી હોતી. દવાયુક્ત જીંજવો, જુવાર, માંડવીનો ચારો ખાવાથી મારા પશુ પણ બિમાર પડતા, જે પ્રાકૃતિક ખેતીના ખોરાકથી બિમારી મૂક્ત થયા છે. આમ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ તાલીમ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી તથા ગામનાં અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરીશું તેવી ખેડૂતોએ નીમ લીધુ હતુ.
  • જીવામૃત ખાતર, દવા બનાવવાની રીત


૨૦૦ લીટર પાણી, ૧૦ લીટર દેશીગાયનું ગૌમૃત્ર, ૧૦ કિલો દેશીગાયનું છાણ, ૧ કિલો કઠોળનો લોટ, ૧ કિલો ગોળ, ૧ મુઠ્ઠી વડ નીચેની અથવા તળાવની માટી લઇ લો..

આ બધાને મીક્ષ કરી બેરલમાં ચાર દિવસ ભરી રાખવુ તથા દિવસમાં બે વાર હલાવવું. ત્યારબાદ તેને ગાળવું. ગાળેલા પાણીને જીવામૃત કહેવામાં આવે છે. આ જીવામૃતને સાદા પાણી સાથે મીક્ષ કરીને છોડ પર છંટકાવ કરવો અથવા પીયત સાથે આપવું. આમ કરવાથી દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે નહિં. અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે તથા પાક ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થાય છે.

Intro:પ્રાકૃતિક ખેતી કરવાથી સમાજ બિમારી મુક્ત બનશે

ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા પ્રાકૃતિક ખેતી રામબાણ

ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સાત દિવસીય તાલીમ યોજાઇ

પોરબંદર,ખેડૂત તાલીમ કેન્દ્ર પોરબંદર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે સાત દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો હતો. તાલીમમાં ઉપસ્થિત પોરબંદરનાં ખેડૂત દીપકભાઇ દોંગાએ કહ્યુ કે, દવાવાળી શાકભાજી અને રાસાયણિક ખાતર યુક્ત અનાજ ખાવાથી સમાજમાં બિમારી ફેલાય છે. સમાજ, દેશને બિમારી મુક્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતી જીરો બજેટ થી થાય છે, પાક ઉત્પાદન વધારે પ્રમાણમા થાય છે, અને બજારમાં સારા માગ્યા મુજબના ભાવ મળી રહે છે. ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા પ્રાકૃતિક ખેતી રામબાણ ઇલાજ છે.

ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ તાલીમ વર્કશોપમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત ૧૫૫ ગામના પ્રગતિશીલ ખેડૂતો સહભાગી થયા હતા. શિબિરમાં નિયમીત રહેલા ખેડૂતોને અંતિમ દિવસે પ્રમાણપત્રો અપાયા હતા. ખેડૂત વૈજ્ઞાનિક અને પદ્મશ્રી સુભાષ પાલેકર દ્રારા લાઇવ વિડીયોનાં માધ્યમથી ખેડૂતોને સાત દિવસ સુધી પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા હતા.

Body:પ્રોજેકટ ડાયરેકટર આત્મા રીતેષ ગોહેલે અને ડે.ડાયરેકટર અરવિંદભાઇ ચાવડાએ વિેશેષ જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા માટે ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે.ખેતીમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણ પર ખરાબ અસરો થાય છે. પ્રાકૃતિક ખેતી કરીને માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણ પર થતી ખરાબ અસરો રોકી શકાય છે. તાલીમમા ખેડૂતો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે સરકારે રૂા. ૩ લાખ ફાળવ્યા છે.

જમીન ફળદ્રુપ રહે, ખેડૂતો ઓછા ખર્ચે પાકનું મબલખ ઉત્પાદન કરી શકે, સારૂ અનાજ આરોગીને સમાજ અને દેશ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ માટે અવાર નવાર ખેડૂતોને તાલીમ આપવામાં આવતી હોય છે, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાતુ હોય છે. ત્યારે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી તાલીમમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ ખર્ચ વગરની પ્રાકૃતિક ખેતી કરવાની ટેકનિક શીખી હતી.

શિબિરાર્થી કડેગી ગામના ખેડૂત કારાભાઇ કડેગીયાએ કહ્યુ કે, હું મારી ૧૨ વીઘા જમીનમાં ૩ વર્ષથી વગર ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી કરૂ છું એ પહેલા દવા, રાસાયણિક ખાતર જમીનમાં નાખતો તેની પાછળ અઢળક ખર્ચ થતો પણ પ્રાકૃતિક ખેતીથી વગર ખર્ચે સારો પાક થાય અને બજારમાં માગ્યો ભાવ મળે છે.

ખેડૂત રણમલભાઇ ઓડેદરાએ કહ્યુ કે, મારી જમીનમાં જીવામૃત, આકળો, બીજામૃત, ગૌમૃત્ર, ખાટીછાશનો પાકમાં છંટકાવ કરીને વગર ખર્ચે મબલક પાક ઉત્પાદન કરૂ છું. અને આ શિબિરમાંથી વિશેષ શીખવા મળ્યુ તેનો પણ અમલ કરીશ.

ખેડૂત મહિલા પ્રભાબેન ગુજરાતીએ કહ્યુ કે, આ શિબિર મને ખુબ જ ઉપયોગી પુરવાર થઇ છે. મારી જમીન ચીકણી માટીની હતી જેથી ફક્ત જુવારનો જ પાક લઇ શકાતો પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો જમીનમાં ઉપયોગ કરીને જીવામૃતનો છંટકાવ કર્યો જેથી જમીન અળસિયા યૂક્ત બની અને જમીનની ચીકાશ દૂર થઇ છે. અત્યારે મગફળી, ઘાણા, મેથી, ઘઉં વગેરે પાકનું ઉત્પાદન વગર ખર્ચે અને ઓછી મહેનતે કરૂ છુ.

ખેડૂત મહિલા રસીલાબેન કનેરીયાએ પ્રાકૃતિક ખેતી અને શિબિરથી થયેલા ફાયદા અંગે હર્ષ સાથે કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીથી ખોટા ખેતી ખર્ચ સાવ બંધ થયા છે. અને માણસ, પશુ તથા જમીનને બિમારીથી મૂક્ત રાખી શકાય છે. કુતિયાણાના દિવ્યેશભાઇ ઓડેદરાએ કહ્યુ કે, મે મારી જમીનમાં રાસાયણિક ખાતર અને દવાના ઘઉં તથા પ્રાકૃતિક ખેતીથી બનતા ઘઉંની સરખામણી કરી છે. ખર્ચ વગરની ખેતીથી થતા ઘઉંની રોટલીમાં જે મીઠાસ હોય તે દવા કે રાસાયણિક ખાતરવાળા ઘઉંમાં નથી હોતી.દવાયુક્ત જીંજવો, જુવાર, માંડવીનો ચારો ખાવાથી મારા પશુ પણ બિમાર પડતા જે પ્રાકૃતિક ખેતીના ખોરાકથી બિમારી મૂક્ત થયા છે. આમ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ તાલીમ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી. તથા ગામનાં અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરીશું તેવી ખેડૂતોએ નેમ લીધી હતી.

જીવામૃત ખાતર, દવા બનાવવા આટલુ કરો.

૨૦૦ લીટર પાણી, ૧૦ લીટર દેશીગાયનું ગૌમૃત્ર, ૧૦ કિલો દેશીગાયનું છાણ, ૧ કિલો કઠોળનો લોટ, ૧ કિલો ગોળ, ૧ મુઠ્ઠી વડ નીચેની અથવા તળાવની માટી

આ બધાને મીક્ષ કરી બેરલમાં ચાર દિવસ ભરી રાખવુ તથા દિવસમાં બે વાર હલાવવું. ત્યારબાદ તેને ગાળવું. ગાળેલા પાણીને જીવામૃત કહેવામાં આવે છે. આ જીવામૃતને સાદા પાણી સાથે મીક્ષ કરીને છોડ પર છંટકાવ કરવો અથવા પીયત સાથે આપવું. આમ કરવાથી દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે નહિં. અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે તથા પાક ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થાય છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.