ETV Bharat / state

Diwali 2023: પોરબંદર NSUI એ કરી દિવાળી પર્વની અનોખી ઉજવણી, બાળકોને ગીરીરાજ થાળની મજા મણાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2023, 9:44 PM IST

પોરબંદર NSUI એ કરી દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી છે. બાળકોને ગીરીરાજ થાળની મજા મણાવી હતી. ધારાસભ્યએ સૌ બાળકોને કારમાં બેસાડી શહેરની શેર કરાવી હતી.

porbandar-nsui-made-a-unique-celebration-of-diwali-festival-children-enjoyed-giriraj-thal
porbandar-nsui-made-a-unique-celebration-of-diwali-festival-children-enjoyed-giriraj-thal

પોરબંદર: દિવાળી પર્વ સૌ કોઇ પરિવાર સાથે હંમેશા હર્ષ ઉલ્લાસથી ઉજવતા હોય છે. દિવાળી સૌના જીવનમાં રંગ અને પ્રકાશ લાવતી હોય છે. આજે જે લોકોના જીવનમાં તહેવાર શુ છે, તેમનો ઉલ્લાસ શું છે તેમને ખબર હોતી નથી તે પરિવારના બાળકો સાથે પોરબંદર NSUI એ આજે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

બાળકોને ગીરીરાજ થાળની મજા મણાવી
બાળકોને ગીરીરાજ થાળની મજા મણાવી

બાળકોને દિવાળીની મજા કરાવી: દિવાળી પર્વ પર સૌ કોઇ મીઠાઇ, નવા કપડાઓ સહિત ખરીદી કરી રહ્યા હોય છે. સૌ તહેવાર ઉજવતા હોય છે. આજે સૌ કોઇ પોતાના પરિવાર સાથે કારમાં બેસીને હરતા-ફરતા હોય છે, હોટેલોમાં જમીને આનંદ માણતા હોય છે. આ ફુલ જેવા બાળકો રસ્તા પર સૌ પરિવારને જોતા હોય છે. હોટેલની બહાર ઉભી અંદર જવાનું વિચારતા હોય છે પરંતુ તેમની પાસે એટલા પૈસા હોતા નથી કે મોટી રેસ્ટોરન્ટમાં જઇ શકે અને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકે. પોરબંદર NSUI ના સદસ્યોએ આ બાળકો રસ્તા પર જોયા ત્યારે વિચાર્યું કે આ સૌ બાળકોને દિવાળીની મજા કરાવી છે.

ધારાસભ્યએ સૌ બાળકોને કારમાં બેસાડી શહેરની શેર કરાવી.
ધારાસભ્યએ સૌ બાળકોને કારમાં બેસાડી શહેરની શેર કરાવી.

બાળકોનો હર્ષ-ઉલ્લાસ: આ ફુલ જેવા બાળકોને ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયાની સાથે સૌને કારમાં બેસાડી શહેરના મુખ્ય માર્ગો ફેરવ્યા. ત્યાર બાદ સૌ બાળકોને ગિરિરાજ થાળ રેસ્ટોરન્ટમાં લઇ ગયા. આ બાળકો રોસ્ટોરન્ટમાં અંદર આવતા જ તેમના ચહેરા પર અનોખુ સ્મિત જોવા મળી રહ્યું હતુ. ધારાસભ્ય દ્વારા સૌ પુછવામાં આવ્યું સૌને જમવું છે ને ? ત્યારે બાળકોનો હર્ષ-ઉલ્લાસ અનોખો જોવા મળ્યો હતો.

દિવાળીની શુભકામનાઓ: સૌ બાળકોને તેમની સાથે બેસાડી ગીરીરાજ થાળની સૌને મજા મણાવી હતી. સૌ બાળકો સામે સ્વાદિષ્ટ ભોજન આવતા જ સૌના ચહેરાઓની ખુશી બમણી થઇ ગઇ હતી. સેવાકિય કાર્યથી દિવાળી પર્વની ઉજવણી કરવા માટે પોરબંદર NSUI ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પોરબંદર વાસીઓને પણ નૂતન વર્ષ અને દિવાળીની શુભકામનાઓ ધારાસભ્ય દ્વારા પાઠવવામાં આવી હતી.

  1. Diwali 2023: દિવાળીના તહેવારમાં સામાજિક સોહાર્દનું દ્રષ્ટાંત, મુસ્લિમ યુવાન અને તેના મિત્રોએ વૃદ્ધાશ્રમના વડીલોને કરાવ્યા દેવ દર્શન
  2. Diwali 2023: એકતાનગરને દિવાળી પર્વમાં લાઇટિંગ કરી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.