ETV Bharat / state

પોરબંદર NSUI દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી, શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

author img

By

Published : Feb 14, 2020, 5:36 PM IST

પોરબંદરઃ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનું પર્વ આ પર્વને લોકો અલગ-અલગ રીતે પ્રેમની વ્યાખ્યામાં ઉજવતા હોય છે, ત્યારે દેશની આઝાદીમાં જેમને બલિદાન આપ્યા છે. તેવા મહાનુભાવોને યાદ કરી પોરબંદર જિલ્લામાં 12 જેટલા મહાનુભાવોની પ્રતિમાઓની NSUI દ્વારા સાફ-સફાઈ કરી પુષ્પના હાર પહેરાવી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી.

porbandar
પોરબંદર NSUI દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી, શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

આ ઉપરાંત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પુલવા ખાતે આતંકી હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા છે. તેમને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરી પોરબંદર જિલ્લા NSUI ટીમે દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા NSUI ટીમ દ્વારા પક્ષપાત ભૂલી તમામ પ્રતિમાઓની સફાઇ કરી હતી.

પોરબંદર NSUI દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી, શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

જેમાં ભાજપ પક્ષના પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનો પણ સમાસ કર્યો હતો. દેશભક્તિથી મોટો કોઈ પ્રેમ નથી હોતો. પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ રાઠોડે જણાવ્યું હતું. આશા સાથે તેની કેનિત ઝાલા, ઉમેશરાજ બારૈયા, કૃણાલ રજવાડી ,રોહન પાંડાવદરા કૃણાલ ગોહેલ,કેવલ જગતિયા, કૃણાલ ગોહિલ ,યશ ઓઝા અને હર્ષિત ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.