ETV Bharat / state

પોરબંદરની હોસ્પિટલને TB નિયંત્રણ માટે બ્રોન્ઝ મેડલ મળ્યો

author img

By

Published : Apr 1, 2021, 10:08 AM IST

સમગ્ર વિશ્વમાં 24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2025 સુધી ભારતને ટીબીમુક્ત બનાવવું એ ભારત સરકારનો ઉદ્દેશ છે. હવે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી પોરબંદરમાં ટીબી નાબૂદી અભિયાન ચલાવી રહેલી આશાવર્કર મહિલાઓ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. પોરબંદરની હોસ્પિટલની આ કામગીરીની નોંધ લઈ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ આપ્યો છે.

  • ટીબી નિયંત્રણ માટે પોરબંદરની ટીબી હોસ્પિટલને મળ્યો બ્રોન્ઝ મેડલ
  • ટીબી નાબૂદી માટે આશાવર્કરોએ ઘરે ઘરે જઈને સરવે કર્યો
  • છેલ્લા પાંચ વર્ષમાં ટીબીના 20 ટકા દર્દીઓ ઘટ્યા
  • ગુજરાતની માત્ર પાંચ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયો

આ પણ વાંચોઃ સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી

પોરબંદરઃ ક્ષય નિયંત્રણના દેશવ્યાપી અભિયાનમાં પોરબંદર જિલ્લો પણ જોડાયો છે. પોરબંદરમાં ટીબીના દર્દીઓ શોધી સારવાર મળી રહે તે માટે આશાવર્કર મહિલાઓએ સરવે કરી કર્યો છે. 22થી 26 માર્ચ સુધી જિલ્લામાં સરવેની કામગીરી કરાઈ હતી. ક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર્દીઓને સહાય આપવામાં આવશે. પોરબંદર જિલ્લામાં 284 ટીબીના દર્દીઓ છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં ક્ષય ફોરમની બેઠક યોજાઈ

પોરબંદરમાં 2015ની સરખામણીમાં 2020માં ટીબીના કેસ 20 ટકા ઘટ્યા

દિલ્હી સ્થિત ટીબી ડિવિઝન દ્વારા જિલ્લામાં સર્વે હાથ ધરાયો હતો, જેમાં ટીબી ડિવિઝન દ્વારા જિલ્લામાં 2015ની સરખામણીએ 2020માં અહીં ટીબીના કેસોમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આથી ટીબી ડિવિઝન દ્વારા પોરબંદરની ટીબી હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. પોરબંદર ટીબી હોસ્પિટલના ટીબી ઓફિસર સીમા પોપટિયાએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સેન્ટ્રલ ટીબી ડિવિઝન અને ICMR, NIA (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી) અને ઈન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસીન અને ડબ્લ્યૂએચઓ (who)એ થર્ડ પાર્ટી વેરિફિકેશન કર્યું હતું.


દર્દીઓને ન્યુટ્રિશન ફૂડ આપવું અને પ્રોત્સાહન આપવું જરૂરી

ટીબી ઓફિસરે જણાવ્યું હતું કે, ટીબી એક ઈન્ફેક્શન ડિસીઝ છે. બેક્ટેરિયાથી થતો રોગ છે. માઈકો બેક્ટોરિયમ ટ્યૂબોકોલોસિસથી થાય છે, જેમાં દર્દીમાં ગળફાવાળી ખાંસી અને ભૂખ ન લાગવી વજન ઘટતું જવું, સાંજ સમયે જીણો તાવ આવવો આ પ્રકારના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ઘણા વારસાગત ન હોય તેવા લોકોને પણ ટીબી થઈ શકે છે. લોકોમાં ભય હોય છે, પરંતુ હવા દ્વારા આ ટીબી ફેલાય છે. 6 કલાકથી વધુ ટીબીના દર્દી સાથે રહેવાથી પણ ટીબી થઈ શકે છે. ટીબીની ટ્રિટમેન્ટ 6 મહિના સુધીની હોય છે અને ટીબીના દર્દીથી દૂર ભાગવાની જરૂર નથી તેઓને ન્યુટ્રિશન ફૂડ આપવું અને સપોર્ટ એવો પ્રોત્સાહન આપવું જરૂરી છે. આગામી સમયમાં પોરબંદર ટીબીમુક્ત બને તેવા પ્રયાસ પોરબંદર આરોગ્ય વિભાગ અને ટીબી હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.