ETV Bharat / state

પાકિસ્તાન મરીન સિકયુરિટી ફોર્સે 10 બોટ અને 56 માછીમારોનું કર્યુ અપહરણ

author img

By

Published : Sep 18, 2020, 2:50 AM IST

Updated : Sep 18, 2020, 3:15 AM IST

બોટનું અપહરણ
બોટનું અપહરણ

પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારો અને બોટનું અપહરણ બુધવારે કર્યું હતું. જેમાં 8 બોટ અને 45 માછીમારોનું અપહરણ કર્યાની વિગતો સામે આવી હતી. જે બાદ પાકિસ્તાન ઇન્ડિયા એન્ડ ડેમોક્રેસી પાસેથી મળેલી માહિતી મુજબ, પાકિસ્તાન મરીન સિકયુરિટી ફોર્સે બુધવારના રોજ પોરબંદર દરિયાકાંઠાની 10 બોટ અને 56 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

પોરબંદર : પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય દરિયાની હદમાંથી ભારતીય બોટનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે એક દિવસ પહેલાં પણ પાકિસ્તાન મરીન સિકયુરિટી ફોર્સ દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલી બોટ અને 45 માછીમારો હોવાની વિગતો સામે આવી હતી.

આ અંતર્ગત ગુરૂવારે પાકિસ્તાન ઇન્ડિયા ફિસ ફોરમ એન્ડ ડેમોક્રેસીના સભ્ય જીવન જુંગીએ પાકિસ્તાન ઇન્ડિયા ફિસ ફોરમ એન્ડ ડેમોક્રેસીના સેક્રેટરી સાથે વાત કરી હતી. જેમાં તેમને બુધવારે માછીમારોના અપહરણની ઘટનામાં કુલ 10 બોટ અને 56 માછીમારોના અપહરણ થયા હોવાની માહિતી આપી હતી. આ માછીમારો કરાંચી ખાતે પહોંચ્યા હોવાની વિગતો મળી છે. જો કે, આ બાબતે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે, ત્યારે પાકિસ્તાન દ્વારા અનેકવખત ઘુસરખોરી કરી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા અનેક વખત માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું છે, ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાને સૌરાષ્ટ્રની 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા વારંવાર માછીમારોનું અપહરણ કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ માછીમારોએ આ બાબતે યોગ્ય નિરાકરણ આવે તેવી માગ કરી રહ્યા છે.

પાકિસ્તાન દ્વારા માછીમારોના અપહરણની અન્ય ઘટનાઓ

પાકિસ્તાને ચાર ભારતીય બોટ સાથે 23 માછીમારોનું કર્યું અપહરણ

15 ફેબ્રુઆરી, 2020 - પાકિસ્તાન અવાર નવાર પોતાની અવળચંડાઈ દેખાડી રહ્યુ છે, ત્યારે પાકિસ્તાન મરીને 4 ભારતીય બોટ સાથે 23 માછીમારોનું અપહરણ કર્યુ હતું.

પાકિસ્તાન નહીં જ સુધરે, બે દિવસમાં 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ

8 મે, 2019 - પોરબંદરઃ ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે તેવા બંને દેશો તરફથી પ્રયાસ હાથ ધરાઈ તેવી ઈચ્છા લોકો સેવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન સુધરે તેવું લાગતું નથી. ત્યારે પાકિસ્તાને બે દિવસમાં ફરી એકવાર બોટ સાથે માછીમારીનું અપહરણ કર્યું છે.

Last Updated :Sep 18, 2020, 3:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.