ETV Bharat / state

પાકિસ્તાન નહીં જ સુધરે, બે દિવસમાં 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ

author img

By

Published : May 8, 2019, 9:46 PM IST

પોરબંદરઃ ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે તેવા બંને દેશો તરફથી પ્રયાસ હાથ ધરાઈ તેવી ઈચ્છા લોકો સેવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન સુધરે તેવું લાગતું નથી. ત્યારે પાકિસ્તાને બે દિવસમાં ફરી એકવાર બોટ સાથે માછીમારીનું અપહરણ કર્યું છે.

બે દિવસમાં 10 બોટ અને 52 માછીમારોનું  અપહરણ  કરતું  પાકિસ્તાન

થોડા દિવસો અગાઉ પાકિસ્તાનમાં કેદ 360 જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે 4 તબક્કામાં મુક્ત કર્યા હતા.પરંતુ બુધવારે વહેલી સવારે ફરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બુધવારે 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું છે. જોકે 2 દિવસ પહેલા 6 બોટ અને 30 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું હતું આથી 2 દિવસમાં કુલ 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કરતા માછીમારોમાં રોષ ભભૂક્યો છે.

પાકિસ્તાને ભારતીય જળ સીમા પરથી ગત તારીખ 06-05-2019ના રોજ 6 બોટ અને 30 માછીમારોનું ફરી અપહરણ કર્યું હતું. ત્યારે તમામ બોટ પોરબંદરની હતી અને ફરી આજે તારીખ 08-05-2019 ના રોજ વહેલી સવારે 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું હોવાનું ખારવા સમાજના આગેવાન મનીષ લોઢારીએ જણાવ્યું હતું. જેમાં 4 બોટ પોરબંદરની અને પકડાયેલા માછીમારો ગુજરાતના હોવાનું જણાવ્યું હતું. તો પાકિસ્તાન દ્વારા અપહરણનો સિલસિલો યથાવત રહેતા માછીમાર સમાજમાં પણ રોષ ભભૂક્યો છે.

LOCATION_PORBANDAR
 
બે દિવસ માં 10 બોટ અને 52 માછીમારોનું  અપહરણ  કરતું  પાકિસ્તાન 


(પ્રતીકાત્મક ફાઈલ વિડીયો )

ભારત અને પાકિસ્તાન ના સંબંધ  સુધરે તેવા બંને દેશો તરફ થી પ્રયાસ હાથ 
ધરાઈ તેવી ઈચ્છા લોકો સેવી રહ્યા છે ત્યારે થોડા દિવસો અગાઉ પાકિસ્તાન માં કેદ 360 જેટલા માછીમારો ને પકિસ્તાન સરકારે ચાર તબક્કા માં મુક્ત કર્યા હતા પરંતુ આજે વહેલી સવારે ફરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે આજે ફરી થી 4 બોટ અને 22 માછીમારો નું અપહરણ પાકિસ્તાને કર્યું છે જોકે બે દિવસ પહેલા 6 બોટ અને 30 માછીમારો નું અપહરણ પાકિસ્તાને કર્યું હતું આથી બે દિવસ માં કુલ 
10 બોટ અને 52 માછીમાર નું અપહરણ પાકિસ્તાને કરતા માછીમારો માં રોષ ભભૂક્યો છે  


પાકિસ્તાને ભારતીય જળ સીમા પર થી ગત તારીખ 06-05-2019ના રોજ    6 બોટ અને 30 માછીમારો નું ફરી અપહરણ કર્યું હતું  ત્યારે તમામ બોટ પોરબંદર ની હતી  અને ફરી આજે તારીખ 08-05-2019 નારોજ વહેલી સવારે 4 બોટ અને 22 માછીમારો નું અપહરણ પાકિસ્તાને કર્યું  હોવાનું ખારવા સમાજ ના આગેવાન મનીષ લોઢારી એ જણાવ્યું હતું જેમાં 4 બોટ પોરબંદર ની અને પકડાયેલ માછીમારો ગુજરાત ના હોવાનું જણાવ્યું  હતું  તો પાકિસ્તાન દ્વારા અપહરણ નો સિલસિલો યથાવત રહેતા માછીમાર સમાજ માં પણ રોષ છવાયો છે   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.