ETV Bharat / state

પાકિસ્તાને ચાર ભારતીય બોટ સાથે 23 માછીમારોનું કર્યું અપહરણ

author img

By

Published : Feb 15, 2020, 1:23 PM IST

પાકિસ્તાન અવાર નવાર પોતાની અવળચંડાઈ દેખાડી રહ્યુ છે, ત્યારે પાકિસ્તાન મરીને 4 ભારતીય બોટ સાથે 23 માછીમારોનું અપહરણ કર્યુ હતું.

પાકિસ્તાન મરીને ચાર ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કર્યું
પાકિસ્તાન મરીને ચાર ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કર્યું

પોરબંદર: પાકિસ્તાન અને ભારતના સંબંધો વણસેલા છે, ત્યારે શુક્રવારે ભારતીય જળસીમા પરથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 4 ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. માછીમાર સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. અપહરણની પ્રક્રિયા બંધ કરવામાં આવે તેવી માછીમાર સમાજના આગેવાને વિનંતી કરી છે.

પાકિસ્તાન મરીને ચાર ભારતીય બોટ અને 23 માછીમારોનું અપહરણ કર્યું
પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય જળસીમા પરથી 4 ભારતીય બોટ અને ૨૩ માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં ઓમ ગણેશ, કેશવ સાગર, ભવાની કૃપા અને દાદા ખેતરપાલ નામની ચાર બોટનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં હવે 250 જેટલા માછીમારો તથા 1092 બોટ જપ્ત છે. જેને છોડાવવા માટે માછીમાર આગેવાન જીવનભાઈ જુંગીએ સરકારને અપીલ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.