ETV Bharat / state

Monsoon Gujarat 2022: પોરબંદરમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

author img

By

Published : Jul 8, 2022, 4:40 PM IST

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. પોરબંદર કલેક્ટર દ્વારા ચોમાસા દરમિયાન કોઇ અઘટીત (Heavy rains forecast in Porbandar)બનાવ બને તો તાત્કાલીક કુતિયાણા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ફોન નં 02804-261226 ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરાયો છે.

Monsoon Gujarat 2022: પોરબંદરમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Monsoon Gujarat 2022: પોરબંદરમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

પોરબંદર: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ 8 જુલાઈથી 11 જુલાઈ સુધી ભારેથી( Heavy Rain in Gujarat)અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કુતિયાણા તાલુકામાં તથા તાલુકાની આસપાસ (Heavy rains forecast in Porbandar)આવેલ જળાશયો, તળાવો, ડેમ ભરાઇ જવાની તથા તેને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સંભાવના રહેલી છે. તથા નદીઓમાં પુર પણ આવવાની શકયતા રહેલી છે.

વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Rain in Navsari : રેડ એલર્ટને પગલે NDRFની ટીમ તૈનાત

કુતિયાણા મામલતદાર દ્વારા અપીલ - આ અનુસંધાને કુતિયાણા તાલુકા અને શહેરની જાહેર પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં. ન્હાવા પડવુ નહીં, બાળકોને પણ આવા પાણીથી દુર રાખવા અને બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવુ નહીં. તેમજ નદીના પટમાં અવર જવર કરી જોખમી પ્રયાસ ન કરવા કુતિયાણા મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: ધોરાજીમાં ધોધમાર વરસાદ, પંચનાથની સફૂરા નદી બે કાંઠે વહી

તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ શરૂ - આ ઉપરાંત આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ DAMINI એપ ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વિજળી પડવા શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. ભારે વરસાદ,પુર, ચોમાસા દરમિયાન કોઇ અઘટીત બનાવ બને તો તાત્કાલીક મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને શહેર વિસ્તાર માટે નગરપાલિકા કચેરી તથા કુતિયાણા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે ફોન નં 02804-261226ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.