ETV Bharat / state

Monsoon Gujarat 2022: ધોરાજીમાં ધોધમાર વરસાદ, પંચનાથની સફૂરા નદી બે કાંઠે વહી

author img

By

Published : Jul 8, 2022, 3:11 PM IST

Monsoon Gujarat 2022: ધોરાજીમાં ધોધમાર વરસાદ, પંચનાથની સફૂરા નદી બે કાંઠે વહી
Monsoon Gujarat 2022: ધોરાજીમાં ધોધમાર વરસાદ, પંચનાથની સફૂરા નદી બે કાંઠે વહી

રાજકોટમાં પડેલા વરસાદથી( Monsoon Gujarat 2022 )ઉપલેટા અને ધોરાજીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં ધોરાજીની સફૂરા નદી બે કાંઠે વહેતી( Rain in Rajkot)થઇ છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. પંચનાથ મહાદેવ મંદિરનો સફૂરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ: છેલ્લા બે દિવસથી જિલ્લાનમાં વરસાદી વાતાવરણ છે. ઉપલેટામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી ઉપલેટા તાલુકાના મજેઠીને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને આવન-જાવન કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો (Heavy rain in Upleta)કરવો પડી રહ્યો છે. આ સાથે ધોરાજીમાં પણ પડેલા વરસાદથી શહેરમાં આવેલ સફૂરા નદી બે કાંઠે વહેવા લાગી છે. જેથી પંચનાથ મહાદેવ મંદિરનો સફૂરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

ધોધમાર વરસાદ

કોઝવે પાણીમાં ગરકાવ થયા - રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે જેમાં ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પડતા ઉપલેટા અને ધોરાજીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આ વિસ્તારોના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને જીવાદોરી સમાન ડેમોમાં પણ નવા નીરની આવક થઇ છે.

આ પણ વાંચોઃ Rain in Dang : વરસાદી વાતાવરણથી ડાંગની પ્રકૃતિ અત્યંત સુંદર ખિલી ઉઠી

ખેડૂતોમાં આનંદની લાગણી - સતત વરસાદને લઈને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીના આવકો જોવા મળી રહી છે. વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વાવેતર બાદ ખેતરોમાં કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જગતના તાતમાં રાજીપો જોવા મળ્યો છે. ઉપલેટામાં આ સીઝનનો કુલ 226mm વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે જયારે ધોરાજીમાં સીઝનનો કુલ 176mm વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 6 દરવાજા ખોલાયા

રાજકોટમાં પડેલો વરસાદ - રાજકોટ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદમાં રાજકોટ જિલ્લા ડીઝાસ્ટર પાસેથી મળેલા વિગતો મુજબ હાલ સૌથી ઓછો વિંછીયામાં 83mm વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામકંડોરણામાં 337mm વરસાદ નોંધાયો હોવાની માહિતીઓ સામે આવી છે. જિલ્લા પડેલા વરસાદના આંકડાઓ મુજબ ઉપલેટામાં ઉપલેટા– 226mm, કોટડા સાંગાણી–189mm, ગોંડલ –242mm, જેતપુર–193mm, જસદણ–142mm, જામકંડોરણા–337mm, ધોરાજી–176mm, પડધરી–179mm, રાજકોટ શહેર–240mm, લોધિકા–288mm, વિંછીયા–83mm વરસાદ નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.