ETV Bharat / state

Kishan Bharvad Murder case Update : ATS ધંધૂકા હત્યા કેસના આરોપીઓને લઈ કેમ પોરબંદર પહોંચી? જાણો

author img

By

Published : Feb 8, 2022, 8:14 PM IST

Kishan Bharvad Murder case Update : ATS ધંધૂકા હત્યા કેસના આરોપીઓને લઈ કેમ પોરબંદર પહોંચી? જાણો
Kishan Bharvad Murder case Update : ATS ધંધૂકા હત્યા કેસના આરોપીઓને લઈ કેમ પોરબંદર પહોંચી? જાણો

એટીએસ પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાના કાવતરાના કેસમાં આરોપીઓને પોરબંદર લઇ આવી છે. ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓએ (Kishan Bharvad Murder case Update) ધાર્મિક કટ્ટરતાને લઇને કેટલાક અન્ય લોકોની હત્યાનું કાવતરું કર્યું હતું.

પોરબંદરઃ અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા પહેલા ઝડપાયેલા આરોપીઓએ પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનું કાવતરું રચ્યું હતું. જેમાં પોરબંદરના એક શખ્સની (Accused in Dhandhuka murder case ) અટકાયત કરાઈ હતી. આજે ગુજરાત એટીએસ પોરબંદરના આ શખ્સ સહિત અન્ય બે આરોપીને પોરબંદર લાવ્યા (Kishan Bharvad Murder case Update) છે. એટીએસ દ્વારા આરોપીઓ પાસે રીકન્સ્ટ્રકશન (Gujarat ATS Investigation) કરાવાશે.

ત્રણેય આરોપીઓને હાલ એસઓજી ઓફિસે રાખી પૂછપરછ હાથ ધરાઈ

ગુજરાત એટીએસ દ્વારા સઘન પૂછપરછ બાદ દિલ્હીના મૌલવી કમરગનીની ધરપકડ (Accused in Dhandhuka murder case )કરી હતી. ત્યારે તેઓની પૂછપરછમાં તેઓ પોરબંદરમાં રહેતા હુસેન ચૌહાણ નામના શખ્સની (Kishan Bharvad Murder case Update) ધરપકડ ATS દ્વારા હત્યાના કાવતરામાં કરવામાં આવી હતી.

સ્થાનિક પોલીસ, ATS અમદાવાદ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રીકન્સ્ટ્રકશન કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે
સ્થાનિક પોલીસ, ATS અમદાવાદ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રીકન્સ્ટ્રકશન કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે

આ પણ વાંચોઃ Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

આજે ATS તમામ આરોપીને લઈ પોરબંદરના રેકી કરાયેલા વિસ્તારોમાં જશે

આજે ગુજરાત એટીએસના અધિકારીઓ પોરબંદરમાં આરોપીઓ (Accused in Dhandhuka murder case ) પાસે રીકન્સ્ટ્રકશન કરાવશે. સ્થાનિક પોલીસ, ATS અમદાવાદ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રીકન્સ્ટ્રકશન કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોરબંદરમાં ક્યાં સ્થળે રોકાયા હતાં અને કોને કોને મળ્યા હતાં આ બાબતે નવા ખુલાસા (Kishan Bharvad Murder case Update) થાય તેવું હાલ જણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.