ETV Bharat / state

પોરબંદર તાલુકાના 38 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ

author img

By

Published : Jan 10, 2021, 7:31 PM IST

પોરબંદર તાલુકાના 38 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો રવિવારે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના પ્રધાન જયેશ રાદડિયાએ અનાવરણ કરી શુભારંભ કરાવ્યો હતો.

પોરબંદર તાલુકાના 38 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
પોરબંદર તાલુકાના 38 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ

  • પોરબંદર તાલુકાના 38 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પારંભ
  • પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
  • ખેડૂતોને હવે રાત્રીના બદલે દિવસે મળશે વિજળી

પોરબંદરઃ જિલ્લામાં 38 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો રવિવારે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના પ્રધાન જયેશ રાદડિયાએ અનાવરણ કરી શુભારંભ કરાવ્યો હતો.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
રાજ્ય સરકાર કિસાન સૂર્યોદય યોજના 2022 સુધીમાં મક્કમ રીતે પૂર્ણ કરશેપ્રધાન જયેશભાઇ રાદડિયાએ જિલ્લાના ખેડૂતોને પોરબંદર બિરલા હોલ ખાતે સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કિસાન સૂર્યોદય યોજના 2022 સુધીમાં મક્કમ રીતે પૂર્ણ કરશે અને તમામ ગામોને આ યોજનામાં આવરી લેવાના છે. પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ યોજનામા રૂપિયા 3500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળ ગુજરાતના ગામને 24 કલાક વીજળી આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી અને તેમાં સફળતા મેળવી આ સિદ્ધિ હાંસલ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું અને હવે કિસાનોને ખેતી માટે રાતના ઉજાગરા કરવા ન પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે.
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ

ખેડૂતોને મોટી રાહત

વધુમાં તેમણે જણાવ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં બીજા તબક્કાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર તાલુકાના 38 ગામમાં રવિવારથી દિવસે વીજળી મળે તે માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેઓએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાના તમામ ગામો, સમગ્ર રાજ્યના બધા જ ગામને દિવસે વીજળી મળતાં ખેડૂતોને મોટી રાહત થશે.

જયેશ રાદડિયા
જયેશ રાદડિયા
સરકારના આ પ્રયાસોથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશેઆ પ્રસંગે સાંસદ રમેશ ધડૂકે જણાવ્યું હતું કે, ખેડૂત સદ્ધર હશે તો બધા સદ્ધર થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજના લાવી છે. સૌની યોજનાથી પણ ખૂબ ફાયદો થશે. વીજળી અને પાણી મળે તે માટે સરકારના આ પ્રયાસોથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ પણ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી ખેડૂતોના કલ્યાણ માટે થયેલા પ્રયાસો અને હાલ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં થઈ રહેલા ખેડૂત કલ્યાણકારી કામો અને યોજનાઓનો ઉલ્લેખ કરી થનારા લાભની માહિતી આપી હતી.
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
જિલ્લા કલેક્ટર સહિત અનેક આગેવાનો રહ્યાં ઉપસ્થિતકાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એચ .આર .લાખાણીએ સૌનુ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના કલેક્ટર ડી .એન. મોદી જિલ્લા વિકાસ અધિકારી વી .કે અડવાણી, એપીએમસીના ચેરમેન લક્ષ્મણ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા, વિક્રમ ઓડેદરા, ખીમજીભાઈ, અશોકભાઈ ,ભુરાભાઈ તેમજ ગામના સરપંચ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાન જયેશ રાદડિયાએ કરાવ્યો પ્રારંભ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.