ETV Bharat / state

પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસ મળતા વૃદ્ધનો આપઘાત

author img

By

Published : Nov 23, 2019, 11:47 AM IST

પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસભાઈ અલાભાઈ સીડા નામના વૃદ્ધની ખેતીની જમીન બિનખેતી કરવાની અરજી તેની જાણ બહાર કરવામાં આવી હતી. આ વૃદ્ધએ જમીનની ચિંતામાં વૃક્ષ પર દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસો આવતા વૃદ્ધનો આપઘાત

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસ આલાભાઈ સીડા(ઉ 76)ની પોરબંદરના એરપોર્ટ પાસે ધરમ પુર નજીકના વોકળા કાંઠે સર્વે નમ્બર 1170 જુના રે.સ .નં.274/2 પૈકીની જમીનમાં 8 વીઘા જમીન ફાળવવામાં આવી હતી,

તેમના પિતાના મૃત્યુ બાદ સવદાસભાઈ ખાતેદાર બન્યા હતા. જ્યારે 19-09-2019ના રોજ આ જમીન અન્ય વ્યક્તીઓ દ્વારા ખોટી રીતે બિન ખેતી નોંધ કરી દેતા તેઓને નોટિસ મળી હતી, જેના કારણે સવદાસભાઈએ જીવન ટૂંકાવ્યાનું તેમના પુત્ર વિરમભાઈએ જણાવ્યું હતું.

Intro:પોરબંદરમાં જમીન બિનખેતી કરવાની નોટિસો આવતા વૃદ્ધ નો આપઘાત



પોરબંદર ના છાયા વિસ્તારમાં રહેતા સવદાસ ભાઈ અલાભાઈ સીડા નામના વૃદ્ધ ની ખેતીની જમીન બિનખેતી કરવાની અરજી તેની જાણ બહાર કરવામાં આવી હોય અને આ વૃદ્ધ એ જમીનની ચિંતા માં વૃક્ષ પર દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે


પોરબંદર ના છાયા વિસ્તારમાં રહેતા સવદા સ આલા ભાઈ સીડા(ઉ 76) ની પોરબંદરના એરપોર્ટ પાસે ધરમ પુર નજીક ના વોકળા કાંઠે સર્વે નમ્બર 1170 જુના રે.સ .નં.274/2 પૈકી ની જમીન માં 8 વીઘા જમીન ફાળવવા માં આવી હતી તેના પિતા ના મૃત્યુ બાદ સવદાસ ભાઈ ખાતેદાર બન્યા હતા.જ્યારે 19-09-2019 ના રોજ આ જમીન અન્ય વ્યક્તી ઓ દ્વારા ખોટી રીતે બિન ખેતી નોંધ કરી દેતા તેઓને નોટિસ મળતી હતી જેના કારણે સવદાસભાઈ એ જીવન ટૂંકાવ્યા નું તેના પુત્ર વિરમ ભાઈ સવદાસ ભાઈ સીડા એ જણાવ્યું હતુંBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.