ETV Bharat / state

પોરબંદરની હદ તારીખ ૧૪ એપ્રિલ સુધી કોઇએ ક્રોસ ન કરવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ

author img

By

Published : Mar 28, 2020, 9:11 PM IST

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સહન કરી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં આ વાઇરસના ફેલાવાને અટકાવવા માટે તારીખ 14 એપ્રિલ સુધી કોઇ વ્યક્તિએ જિલ્લાની હદ ક્રોસ ન કરવા જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

Etv Bharat, GUjarati News, Corona News, Porbandar News
Corona News

પોરબંદર: વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને સોશિયલ ડિસ્ટન્સીંગથી અટકાવી શકાય છે. ભારત સરકાર દ્રારા સમગ્ર દેશમાં તારીખ ૨૪ માર્ચના રોજથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરેલું છે. પોરબંદર જિલ્લામાં જનતાની સલામતી માટે તથા કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે કોઇપણ વ્યક્તિએ બિન જરૂરી રીતે ઘરની બહાર નિકળવુ નહીં કે અવર જવર કરવી નહીં તેમજ લૉકડાઉનનું ચૂસ્તપણે અમલવારી કરવી.

જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ બહાર પાડેલું જાહેરનામુ સમગ્ર પોરબંદર જિલ્લામાં તારીખ ૧૪ એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ જે વ્યક્તિ સરકારી ફરજ ઉપરના તમામ અધિકારીઓ/કર્મચારીઓ અને લૉકડાઉનમાં જાહેર કરેલી જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા લોકોને લાગુ પડશે નહીં. પોરબંદર જિલ્લાની હદ સામાન્ય નાગરિકોએ ક્રોસ કરવી નહીં.

Etv Bharat, GUjarati News, Corona News, Porbandar News
Porbandar News
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.