ETV Bharat / state

રામ રાખે તેને કોણ ચાખે...ત્રીજી જોખમી ડીલેવરી સાથે ત્રેલડાનો જન્મ, મા અને ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ્ય

author img

By

Published : Aug 25, 2020, 8:57 AM IST

‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવત અહીં સાર્થક થઇ છે. આ સૂત્રને યથાર્થ ઠેરવતી ઘટનામાં પોરબંદરના મૂળ માધવપુર ગામની ત્રીજી વખત સગર્ભા બનેલી મહિલાની નોર્મલ ડીલેવરી સાથે ત્રેલડાનો જન્મ થયો છે. વાંચો સમગ્ર સમાચાર...

3 children born with normal delivery of a woman from Porbandar
ત્રીજી જોખમી ડીલેવરી સાથે ત્રેલડાનો જન્મ, મા અને ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ્ય

પોરબંદરઃ પોરબંદરના મૂળ માધવપુર ગામની ત્રીજી વખત સગર્ભા બનેલી મહિલાની નોર્મલ ડીલેવરી સાથે ત્રેલડાનો જન્મ થયો છે. હાલ કોરોનાની બીમારી ફેલાઈ છે, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા જીણીબેન બાલુભાઇ પરમારને સગર્ભાવસ્થા દરમ્યાન ઘણી બધી તકલીફો વેઠી હતી. જેમકે આ મહિલા ત્રીજી વખત સગર્ભા બની હતી. જેમનું હિમોગ્લોબીન લેવલ (લોહીની ટકાવારી) 5.7 ટકા હતું અને તેમનાં પેટમાં 3 જીવતા બાળકોનો ઉછરી થઈ રહ્યો હતો. તેમજ બી.પી.એલ. કુટુંબ હોવાથી સગર્ભાવસ્થાનાં સાત માસ સુધી તે લોકો કોઇ અંધશ્રધા અથવા કૌટુંબીક કારણોસર સોનોગ્રાફી કરાવવા તથા આગળની તપાસ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછનાં મેડિકલ ઓફિસર તથા આરોગ્ય વર્કરો.એ વારંવાર સમજાવ્યું હતું.

યેનકેન પ્રકારે તેમને જે.એસ.એસ.કે.યોજના અંર્તગત સોનોગ્રાફી માટે સમજાવી સોનોગ્રાફી કરાવી હતી. કેશોદ મુકામે ગયાં જ્યાં મહિલાના પેટમાં ઉછરી રહેલા 3 બાળકોની માહિતી મળી હતી, પરંતુ તેમની લોહીની ટકાવારી ખુબ જ ઓછી હોવાથી ગર્ભમાં ૩ બાળકો હોય એે ઘણી ગંભીર બાબત કહેવાય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કડછનાં સ્ટાફ દ્વારા સમજાવવા છતાં જે.એસ.એસ.કે.ની યોજના અંર્તગત વિનામુલ્યે ગાડીની વ્યવસ્થા સાથે હોસ્પિટલ ખાતે તમામ તપાસ માટે મોકલાયા હતાં, પરંતુ તેઓ તપાસ કરાવ્યા વગર જ આવતા રહ્યાં હતાં, ત્યારબાદ ફરીથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ચઢાવ્યા વગર આવતા રહ્યાં હતાં.

3 children born with normal delivery of a woman from Porbandar
ત્રીજી જોખમી ડીલેવરી સાથે ત્રેલડાનો જન્મ, મા અને ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ્ય

કૌટુંબિક કારણોસર સગર્ભા બહેન હોસ્પિટલ ખાતે દાખલ થતા નહોતા, તેમજ કોઇપણ જાતની તપાસ કરાવતા પણ નહોતા. તેમનાં ગર્ભમાં 3 બાળકો હોવાથી અને લોહીની ટકાવારી ઓછી અને બ્લડ પ્રેસર પણ વધી ગયું હતું. જેથી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ન આપવામાં આવે તો તેમની અને તેમના બાળકો પર જીવનું જોખમ હતું, ત્યારબાદ આર.સી.એચ.ઓ, પોરબંદર તથા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર, પોરબંદર તથા મુળ-માધવપુર ગામની આરોગ્ય ટીમ દ્વારા તેમની મુલાકાત લેવાઈ હતી.

આ મુલાકાતમાં સંપૂર્ણ માર્ગદર્શન આપી સમજણ આપી હતી તથા મહિલાના સગા-સંબંધીઓને પણ સમજણ આપી હોસ્પિટલમાં દાખલ થવા અંગે મનાવવામાં આવ્યાં હતાં. જેથી વાહનની વ્યવસ્થા સાથે સગર્ભાને જૂનાગઢ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની જનાના હોસ્પિટલનાં ડોકટરો દ્વારા સફળતાપૂર્વક 3 બાળકીઓનો નોર્મલ ડીલેવરીથી જન્મ કરાવાયો હતો. જો કે, હાલ માતા તથા બાળક બન્નેની તબીયત સારી છે. જેથી હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. હાલ માતા તથા ત્રણેય બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.