ETV Bharat / state

પાટણના વડુ ગામે શસ્ત્ર પૂજાની સાથે ઠાકોર સમાજે મુખ્યપ્રધાન પદની માંગ કરી

author img

By

Published : Oct 16, 2021, 1:03 PM IST

સરસ્વતી તાલુકાના વડુ ગામે શુક્રવારે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજનની સાથે સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહી 2022ની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી જ બને તેવો હુંકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણના વડુ ગામે શસ્ત્ર પૂજાની સાથે ઠાકોર સમાજે મુખ્યપ્રધાન પદની માંગ કરી
પાટણના વડુ ગામે શસ્ત્ર પૂજાની સાથે ઠાકોર સમાજે મુખ્યપ્રધાન પદની માંગ કરી

● ભરતસિંહ સોલંકીએ ભાજપ અને આરએસએસ ઉપર કર્યા આકરા પ્રહારો
● ભરતસિંહ સોલંકીએ આરએસએસને અંગ્રેજોના દલાલ ગણાવ્યા
● ભાજપ સરકારના શાસનમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે: અમિત ચાવડા

પાટણઃ દશેરાના પાવન દિવસે પાટણ(Patan) શહેર સહિત જીલ્લામાં વિવિધ સ્થળો પર શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શનો થયા હતા. પાટણના વડુ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન સાથે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન ક્ષત્રિય ઠાકોર સમાજનો જોઈએ તે માટે લોક જુવાળ સાથે શક્તિપ્રદર્શનના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં શસ્ત્રોની સાથે શાસ્ત્ર અને કોમ્પ્યુટરનું પણ વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.

પાટણના વડુ ગામે શસ્ત્ર પૂજાની સાથે ઠાકોર સમાજે મુખ્યપ્રધાન પદની માંગ કરી

ભરતસિંહ સોલંકી 2022ની ચૂંટણીને લઈને તનતોડ તસ્દી

કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા(Senior Congress leader) ભરતસિંહ સોલંકીએ પોતાની તેજાબી ભાષામાં ભાજપ અને આરએસએસ(Rashtriya Swayamsevak Sangh)ને આડે હાથ લઈ જણાવ્યું હતું કે, ખાખી ચડ્ડીવાળાઓ પાસે સંગઠન શક્તિ છે પણ તેઓ તેનો સદુપયોગ કરવાને બદલે ગણપતિને દૂધ પીવડાવવા, ખોટી અફવાઓ ફેલાવવા અને કોમ કોમને લડાવવામાં કરે છે. દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે દેશને આઝાદ કરાવવા રાષ્ટ્રપ્રેમી નેતાઓ, લોકો તન-મન-ધનથી બલિદાન આપતા હતા તેવા સમયે આ ખાખી ચડ્ડી ધારીઓ અંગ્રેજોની દલાલી કરતા હતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં મોકલવાનું પાપ કરતા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અંગ્રેજોની દલાલી થકી એ જમાનામાં પેટ્રોલ પંપો, સરકારની વિવિધ એજન્સીઓમાં સૌથી વધુ સંખ્યા આરએસએસ વાળાઓની હતી. દેશમાં રામરાજ્ય લાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ તેના નક્કર આયોજનો માટે સંગઠન શક્તિ જરૂરી છે. જે આપણામાં હશે તો ચોક્કસ રામરાજ્ય લાવી શકાશે. હાલમાં ભાજપ અને આરએસએસ(RSS) વાળાઓએ સત્તા રૂપી સીતાનું હરણ કર્યું છે જે સત્તા પાછી લાવવા અને દેશમાં સાચા અર્થમાં રામ રાજય લાવવા સંગઠીત બની એક થઈશું તો સત્તારૂપી સીતામાતાને ફરી આપણી પાસે લાવી શકીશું અને ગાંધીનગરમાં આપણું રાજ આવશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન, પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત સિંહ ચાવડાનું વક્તવ્ય
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં માથા કાપીને રાજ લેવામાં આવતું હતું જ્યારે 21મી સદીમાં માથા વધારવાથી રાજ મળે છે. કોંગ્રેસ સરકારે સમાજમાં બેઠેલા સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને શાસન કર્યું અને કાયદા કાનુન બનાવ્યા જેનો સીધો લાભ દરેક લોકોને થયો છે. જ્યારે વર્તમાનમાં સરકાર અસત્ય અને અધર્મનું શાસન ચાલી રહ્યું છે. 97 કેન્દ્રીકરણ થઈ રહ્યું છે લોકોના સંવિધાનિક કોનું વર્ણન થઈ રહ્યું છે તેની સામે 2022ના સંકલ્પ સાથે આગળ વધી ગુજરાતમાં સામાન્ય જનનું શાસન આવે તે માટે સૌને એક થવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ નવજોત સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું, રાહુલ ગાંધીને મળ્યા બાદ લીધો નિર્ણય

ગુજરાતના મુખ્યપ્રધાન ઠાકોર ને બનાવવાની વાતને ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સમર્થન આપ્યું

શસ્ત્ર પૂજન કાર્યક્રમને સંબોધતા પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સત્તા પર આવવા માટે શ્રેષ્ઠ આયોજન અને રણનીતિ ઘડવા પડશે એક સમાજથી રાજનીતિ નહીં ચાલે ગુજરાતના મુખ્યપ્રધાન ઠાકોર બનાવવો હશે તો અઢારે આલમને સાથે રાખી મત એક કરવા પડશે તો આપણે ગુજરાતની ગાદીના રખેવાળા બનીશું તો સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ ગુજરાતના મુખ્યપ્રધાન ઠાકોર બનવાની વાતને સમર્થન આપ્યું હતું.

શસ્ત્ર પૂજન અને શક્તિ પ્રદર્શનમાં પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોર બાબુજી ઠાકોર સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.