ETV Bharat / state

પાટણમાં વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ સમારોહ યોજાયો, આંનદી પટેલ આપી હાજરી

author img

By

Published : Sep 22, 2019, 11:52 PM IST

etv bharat patan

પાટણ: ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત વિદ્યાભારતી મેઘાવી છાત્ર સમારોહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી કન્વેનશન હોલ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ, આચાર્યોને રાજ્યપાલના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

પાટણમાં ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાભારતી મેઘાવી છાત્ર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ સમારોહને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય પરંપરાના મહંગ્રંથોમાં ગર્ભાવસ્થાથી શિક્ષણને મહત્વ આપવામાં આવ્યુ છે. જન્મ બાદ પણ બાળપણથી વિદ્યાર્થીકાળના સમયગાળામાં આપવામાં આવતું શિક્ષણ પ્રબુદ્ધ અને જવાબદાર નાગરિકનો પાયો છે. જેનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિલ્ડ્રન યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. જેમાં ગર્ભાવસ્થાથી લઈ બાલ્યકાળ દરમ્યાન બાળકોને આપવામાં આવતા પ્રાથમિક શિક્ષણ સહિતની જરૂરિયાતો મુજબનું વાતાવરણ ઉભું કરવા સંશોધનો થઈ રહ્યા છે. માતા-પિતા કરતા પણ વધુ જવાબદારી શિક્ષકો પર છે. તેમ કહી રાજ્યપાલે શિક્ષકોનું મહત્વ સમજાવ્યું હતું.

પાટણમાં વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ સમારોહ યોજાયો

વિધાભારતી શિક્ષા સંસ્થાનમાં ગુજરાતભરમાં 60 હજારથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી 12 જેટલી વિવિધ શ્રેણીમાં 11 વિધાર્થીઓ, 09 વિદ્યાલયો તથા પાટણના 5 વ્યવસાયી અને પૂર્વછાત્રોને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ચંદ્રક અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.

Intro:(સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન )

ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત વિદ્યાભારતી મેઘાવી છાત્ર સમારોહ ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલ ની ઉપસ્થિતિ મા યુનિવર્સીટી કન્વેનશન હોલ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ, આચાર્યો, શાળોનું રાજ્ય પાલ ના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.


Body:ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ સમારોહ મા સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય પરંપરા ના મહંગ્રંથોમાં ગર્ભાવસ્થાથી શિક્ષણ ને મહત્વ આપવામાં આવ્યુ છે.જન્મ બાદ પણ બાળપણથી વિદ્યાર્થીકાળ ના સમયગાળામાં આપવામાં આવતું શિક્ષણ પ્રબુદ્ધ અને જવાબદાર નાગરિક નો પાયો છે.તેનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ચિલ્ડ્રન યુનિવર્સીટી ની સ્થાપના કરી હતી જેમાં ગર્ભાવસ્થાથી લઈ બાલ્યકાળ દરમ્યાન બાળકો ને આપવામાં આવતા પ્રાથમિક શિક્ષણ સહિત ની જરૂરિયાતો મુજબનું વાતાવરણ ઉભું કરવા સંશોધનો થઈ રહ્યા છે. માતા પિતા કરતા પણ વધુ જવાબદારી શિક્ષકો પર છે તેમ કહી શિક્ષકો નું મહત્વ સમજાવ્યું હતું.


Conclusion:વિધાભારતી શિક્ષા સંસ્થાનમાં ગુજરાતભરમાં 60 હજારથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે જે પૈકી 12 જેટલી વિવિધ શ્રેણીમાં 11 વિધાર્થીઓ, 09 વિદ્યાલયો તથા પાટણ ના 05 વ્યવસાયી અને પૂર્વ છાત્રો ને ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ આનંદી બેન પટેલે ચંદ્રક અને પ્રમાણપાત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાઈટ 1 નીતિનભાઈ પેથાણી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.