ETV Bharat / state

SSC Exam Result 2023 : પાટણમાં ગત વર્ષની સરખામણીએ ધો.10નું પરિણામ સારું, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી

author img

By

Published : May 25, 2023, 8:54 PM IST

SSC Exam Result 2023 : પાટણમાં ગત વર્ષની સરખામણીએ ધો.10નું પરિણામ સારું, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ
SSC Exam Result 2023 : પાટણમાં ગત વર્ષની સરખામણીએ ધો.10નું પરિણામ સારું, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ

પાટણ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 62.17 ટકા આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 7.88 ટકા પરિણામમાં વધારો થયો છે. ચાલુ વર્ષે ધોરણ 10માં જિલ્લામાં કુલ 5,576 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

પાટણ જિલ્લામાં ધો.10નું પરિણામ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 7.88 ટકા સારુ

પાટણ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા સમયાંતરે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આજે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાતા સાયબર કાફે પર વિદ્યાર્થીઓ પોતાના પરિણામો જાણવા માટે દોડી ગયા હતા. તેથી સાયબા કાફે પર વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

રણુંજ 1 સેન્ટરનું સૌથી વધુ પરિણામ : પાટણ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા પાટણ અને હારિજ એમ બે ઝોનમાં લેવાઈ હતી. 22 કેન્દ્ર પર 64 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ 14,512 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડ માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો 10 SSC પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણનું 62.17ટકા પરિણામ જાહેર થયું છે. પાટણ જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 8,936 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 5576 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પરિણામ 7 ટકા જેટલો વધારો થયો છે. સૌથી વધુ પરિણામ રણુંજ 1 સેન્ટરનું 84.19 ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ સાંતલપુર સેન્ટરનું 42.72 ટકા આવ્યું છે.

66 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો : બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પોતાનું પરિણામ જોયું હતું. તો કેટલાક વોસ્ટએપ પર નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું. પાટણ જિલ્લામાં 10 SSCનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 14,512 વિદ્યાર્થીઓ પૈકી 66 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 556 વિદ્યાર્થીઓએ A2, 1336 વિદ્યાર્થીઓએ B1 અને 2349 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. 2942 વિદ્યાર્થીઓએ C1 અને 1672 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 80 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા.

ચાલુ વર્ષે પરિણામમાં 7 ટકાનો વધારો : છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ જોઈએ તો, 2019માં 59.53 આવ્યું હતું. 2020માં 56.76.આવ્યું હતું અને કોરોના મહામારીનો કારણે 2021માં 100 ટકા પરિણામ આવ્યું હતું, જયારે 2022માં 54.29 ટકા આવ્યું હતું. જ્યારે 2023માં 62.17ટકા પરિણામ આવ્યું હતું. પાટણ એક્સપરિમેન્ટલ હાઇસ્કુલના આચાર્ય ધનરાજ ઠક્કરે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી બોર્ડની પરીક્ષામાં સારા ટકા પાસ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

SSC Exam Result 2023 : જૂનાગઢમાં ફળની લારી ચલાવતા પિતાની પુત્રીએ ધોરણ 10ની સફળતાનું ફળ પિતાને ચખાડ્યું

SSC Exam Result 2023 : અમદાવાદમાં મજૂરી કામ કરી દીકરીને ભણાવી, હવે દીકરીની સપનું સિવિલ સર્વિસ પાસ કરવાનું

SSC Exam Result 2023 : રાજકોટમાં ભાડાના મકાનમાં રહેતા વિદ્યાર્થીએ બોર્ડમાં 99.99 પીઆર મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.