SSC Exam Result 2023 : રાજકોટમાં ભાડાના મકાનમાં રહેતા વિદ્યાર્થીએ બોર્ડમાં 99.99 પીઆર મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ

author img

By

Published : May 25, 2023, 4:23 PM IST

SSC Exam Result 2023 : ભાડાના મકાનમાં રહેતા વિદ્યાર્થીએ બોર્ડમાં 99.99 પીઆર મેળવતા ખુશીનો માહોલ

રાજકોટમાં ભાડાના મકાનમાં રહેતા પિતાના પુત્રએ ધોરણ 10માં 99.99 પીઆર મેળવ્યા છે. પોતાની રીતે તનતોડ મહેનત કરીને આ સિદ્ધિ મેળવતા પરિવાર સહિત મિત્રોમાં ખુશીનો માહોલ છે. રાજકોટ જિલ્લામાં કુલ 39,700 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી.

રાજકોટમાં ભાડાના મકાનમાં રહેતા દ્રને બોર્ડમાં 99.99 પીઆર મેળવ્યા

રાજકોટ : રાજ્યમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો, રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા પરિણામ જાહેર થયું છે. જેને લઇને વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કુલ 38,700 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 843 જેટલા વિદ્યાર્થીઓને A1ગ્રેડ મળ્યો છે, જ્યારે A2 ગ્રેડની વાત કરવામાં આવેતો 4329 વિદ્યાર્થીઓને મળ્યો છે. રાજકોટની ધોળકિયા સ્કૂલના 5 જેટલા વિદ્યાર્થીઓને 99.99 પીઆર આવ્યા છે. તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બોર્ડમાં ધાર્યું એવું પરિણામ મળતા અને વિદ્યાર્થીઓ પાસ થઈ જતા તેમને સ્કૂલમાં ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ધોળકિયા સ્કૂલના 5 વિદ્યાર્થીઓને 99.99 પીઆર આવ્યા : રાજકોટની ધોળકિયા અભ્યાસ કરતા ધોરણ 10માં બોર્ડમાં રુદ્રગામી નામના વિદ્યાર્થીને 99.99 પીઆર આવ્યા છે, ત્યારે તેના માતા પિતામાં ખુશી જોવા મળી રહી છે. રુદ્રના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે અને રાજકોટમાં ભાડાના મકાનમાં રહે છે. એવામાં તેને 99.99 પી આર આવતા સ્કૂલ તંત્રમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.

મારે 99.99 પીઆર આવ્યા છે. જ્યારે સ્કૂલમાંથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હતી, ત્યારે સ્કૂલમાં દરરોજ એક્ઝામ લેવામાં આવતી હતી અને હું દરરોજ આ એક્ઝામ આપતો અને ડેઇલી વર્ક મારું રહેતું હતું. જ્યારે મારા પિતા જમીન મકાન લે વેચમાં ઓફિસમાં નોકરી કરે છે. મને સ્કૂલમાં જે ડેલી હોમવર્ક આપતા હતા. તેનું ઘરે વાંચન કરતો હતો જેના કારણે જ મને સારા પર્સન્ટેજ મળ્યા છે. - રુદ્ર ગામી (વિદ્યાર્થી)

પિતા કરે છે નોકરી સાથે કરે છે ખેતી : રુદ્રના પિતા જીતેન્દ્રભાઈ ગામીએ જણાવ્યું હતું કે, જ્યારે મારા પુત્ર રુદ્રને ધોરણ 10માં 99.99 પીઆર આવ્યા છે. અમે હાલ રાજકોટના ભાડાના મકાનમાં રહીએ છીએ અને હું પ્રાઇવેટ નોકરી કરું છું અને સાથે ખેતી પણ કરું છું. એવામાં કોઈપણ માતા-પિતાનો પુત્ર પ્રગતિ કરે તેમાં માતા-પિતા ખુશ જ થાય. જેને લઇને અમે પણ ખુશ થયા છીએ. કારણ કે, અમારા પુત્ર રુદ્રએ બોર્ડમાં સારા પીઆઇ મેળવ્યા છે. તે પોતાના ઘરે આપ મેળે જ વાંચન કરતો હતો અને ડેલીનું રૂટીન પોતાની રીતના જ કરી લેતો હતો. જેના કારણે તેને આ સારા પર્સન્ટેજ આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનું સરેરાશ પરિણામ કુલ 72.74 ટકા આવ્યું છે.

SSC Exam Result 2023: ધોરણ 10ના પરિણામમાં રત્નકલાકારોના સંતાનોએ 90 ટકાથી વધારે માર્ક મેળવ્યા

SSC Board Exam Result 2023: વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ, ગત વર્ષ કરતા વધ્યું

SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.