ETV Bharat / state

પાટણમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકર BJP કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

author img

By

Published : Aug 8, 2021, 7:19 AM IST

પાટણ
પાટણ

ભાજપમાં છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય જુના કાર્યકરની સતત અવગણના કરવામાં આવતા શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંનિષ્ઠ કાર્યકર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા જેને લઇને રાજકીય વર્તુળોમાં ભારે ઓહાપોહ મચી ગયો હતો

  • ભાજપ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા
  • પાટણના પૂર્વ સાંસદ મહેશભાઈ કનોડિયાના PA રહી ચુક્યા છે રુદ્ર દત્ત રાવલ
  • ભાજપના જૂના કાર્યકર ઉપવાસ ઉપર ઉતરતા રાજકીય વર્તુળોમાં ઓહાપોહ મચી

પાટણ: ભાજપમાં છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય જુના કાર્યકરની સતત અવગણના કરવામાં આવતા શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંનિષ્ઠ કાર્યકર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેને લઇને રાજકીય વર્તુળોમાં ભારે ઓહાપોહ મચી ગયો હતો. આ અંગેની જાણ ભાજપના સ્થાનિક આગેવાનોને થતાં તેઓ કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા અને કાર્યકર સાથે વાતચીત કરી સમજાવટને અંતે પારણા કરાવ્યા હતા.

વર્તમાન પદાધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતી હતી

પાટણ ભાજપમાં વર્ષોથી અદના કાર્યકર તરીકે કાર્યરત અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાના તરીકે ફરજ બજાવી ચૂકેલા તેમજ લોકસભા વિધાનસભા અને નગરપાલિકાઓની ચૂંટણી કાર્યાલય પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા રુદ્ર દત્ત રાવલની ભાજપના વર્તમાન પદાધિકારીઓ દ્વારા સતત અવગણના કરવામાં આવતી હતી. તેઓએ પક્ષ પ્રત્યે બતાવેલી નિષ્ઠાનું કોઈ યોગદાન ન હોય તેમ વર્તમાન પદાધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતી હતી.

બાયોડેટા સાથે લેખિતમાં હોદ્દેદારોને રજૂઆત

ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીમા પત્નીના નામ માટે તેઓએ બાયોડેટા સાથે લેખિતમાં હોદ્દેદારોને રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિક હોદ્દેદારોએ હૈયાધારણા પણ આપી હતી, પરંતુ ગત રોજ પાટણ જિલ્લામાં ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીની જાહેર કરવામાં આવેલી યાદીમાં પત્નીના નામનો સમાવેશ કરવામાં ન આવતા અને વારંવારની રજૂઆતો છતાં કોઇ જ પ્રકારનો હોદ્દો ન મળતા આ સંનિષ્ઠ કાર્યકરે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના બદલે પક્ષ સામે જ બંડ પોકારી આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેની જાણ રાજકીય વર્તુળોમાં થતાં ભારે ઓહાપોહ મચ્યો હતો.

આ પણ વાંચો: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષે પાટણની મુલાકાત લીધી

કાર્યકરને સમજાવી કરાવ્યા પારણા

ભાજપના સંનિષ્ઠ અને જૂના કાર્યકર રુદ્ર દત્ત રાવલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા હોવાની જાણ જિલ્લા ભાજપના આગેવાનોને થતાં સ્થાનિક આગેવાનો ભાજપ કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા અને રુદ્ર દત્ત રાવલ સાથે વાતચીત કરી તેઓને સમજાવી પારણા કરાવ્યા હતા.

આ પણ વાંચો: પાટણ જિલ્લા કોંગ્રેસમાં 'ના' રાજીનામા, વિવિધ મોરચાના પ્રમુખોએ છેડો ફાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.