ETV Bharat / state

Raxabandhan 2023 : દરેક પ્રકારની રાખડીઓના ભાવ બમણાં થતાં રક્ષાબંધનને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 5:38 PM IST

ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાટણ શહેરની બજારોમાં બહેનો પોતાના વહાલા ભાઈઓ માટે રાખડીઓની ખરીદી કરી રહી છે. શહેરની બજારોમાં અવનવી વેરાયટી રાખડીઓ જોવા મળી રહી છે. આ વર્ષે રાખડીઓના ભાવમાં પણ બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેથી રક્ષાબંધનને પણ લાગ્યું છે મોંઘવારીનું ગ્રહણ. વાંચો પાટણના રાખડી બજારની પરિસ્થિતિ વિશે...

ચાંદીની ડેલિકેટ રાખડીઓની પણ ડીમાન્ડ
ચાંદીની ડેલિકેટ રાખડીઓની પણ ડીમાન્ડ

પાટણની બજારોમાં રાખડીની ધૂમ ખરીદી

પાટણઃ રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવાનો લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરની બજારોમાં રાખડીઓ ખરીદવા બહેનો ઉમટી રહી છે અને વિવિધ દુકાનો અને લારીયો ઉપરથી રાખડીઓની ખરીદી કરી રહી છે.

અવનવી વેરાયટી વાળી રાખડીઓના ભાવ આસમાને
અવનવી વેરાયટી વાળી રાખડીઓના ભાવ આસમાને

રાખડીના ભાવ બમણાંઃ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાખડીના ભાવમાં બમણો વધારો થયો છે. જેને કારણે ભાઈ બહેનના આ પવિત્ર તહેવારને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. વિવિધ દુકાનોમાં રૂપિયા 10થી શરૂ કરીને 300 રૂપિયા સુધીની રાખડીઓ વેચાય છે.ઓછા વજનની રાખડીની માંગ વધુ જોવા મળી રહી છે. કારણ કે આ રાખડીઓ ડેલિકેટ હોય છે અને સોબર દેખાતી હોય છે. આર્થિક રીતે સંપન્ન લોકો ચાંદીની મોંઘા ભાવની રાખડીઓ પણ ખરીદી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન ડાયમંડ, જરદોશી ડિઝાઇનવાળી, ફેન્સી દોરી, લુમ્બા સહિતની અનેક જાતની રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. નાના બાળકોની મનપસંદ એવી કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. જેમાં સ્પાયડર મેન, છોટા ભીમ, બાલ ગણેશા, લિટલ સિંઘમ અને એંગ્રી બર્ડ રાખડીઓનો સમાવેશ થાય છે.

આ વર્ષે રો-મટીરીયલ અને મજૂરીના ભાવ વધવાને કારણે રાખડીના ભાવમાં બમણો વધારો થયો છે તો બીજી તરફ ઓનલાઈન ખરીદી થતી હોવાને કારણે નાના વેપારીઓના વેચાણ પર અસર પડે છે...વિજય પટવા(રાખડીના વેપારી, પાટણ)

રાખડી બજારમાં ગ્રાહકોનો ધસારોઃ સવારથી જ રાખડીઓ ખરીદવા બજારોમાં ધમધમાટ જોવા મળે છે. રાખડીઓની ખરીદીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઘરાકી સારી છે અને લોકો ઉત્સાહભેર રાખડીઓ ખરીદી રહ્યા છે.

  1. ધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ
  2. સ્માર્ટ રાખી હવે ડિવાઈસવાળી સ્માર્ટ રાખી બનશે ભાઈઓની સુરક્ષા કવચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.