ધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ

author img

By

Published : Aug 11, 2022, 9:14 PM IST

ધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ

રક્ષાબંધન 2022 (Raksha Bandhan 2022 )ની ઉજવણી કચ્છ સરહદ પરની ધર્મશાળા બીએસએફ ચોકી ખાતે પણ કરવામાં આવી છે. હર ઘર તિરંગા (Har ghar tiranga ) અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યની (Assembly Speaker Nimaben Acharya) સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને (Dharamsala BSF personnel ) રાખડી બાંધી હતી.

કચ્છ ધર્મશાળા બીએસએફના જવાનોને રક્ષાબંધનના પર્વ (Raksha Bandhan 2022 )પર હાજરી આપતાં વિધાનસભા અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યે (Assembly Speaker Nimaben Acharya)જણાવ્યું હતું કે સરહદના સંત્રીઓને (Dharamsala BSF personnel ) પરિવાર સાથે છે એવો ભાવ જાગે તેનો આ પ્રયાસ છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી બાંધી
જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી બાંધી

દર વર્ષે બાંધે છે રાખડી વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે (Assembly Speaker Nimaben Acharya)જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને (Dharamsala BSF personnel ) અમે રાખડી બાંધી છે. ખડેપગે દેશની રક્ષા કરનાર સરહદના સંત્રીઓ વારતહેવારે અને ખાસ તો રક્ષાબંધનના (Raksha Bandhan 2022 )પવિત્ર પર્વે તેઓ પરિવાર સાથે છે એવો ભાવ જાગે તે માટે આ પર્વ આનંદભેર મનાવીએ છીએ. દેશની રક્ષા કરનારની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.

આ પણ વાંચો Rakhi 2022 પાકિસ્તાની બહેને મોકલી વડાપ્રધાન મોદીને રાખડી, જૂઓ ક્યારથી બંધાયો નાતો

દેશની રક્ષા કરનારની રક્ષાની પ્રાર્થના કરતી બહેનો ધર્મશાળા ખાતેના ડેપ્યુટી કમાન્ડર ચેતન ઘરે (Dharamsala BSF personnel ) પોતાનો હર્ષ વ્યકત કરતા સૌનો આભાર વ્યકત કરી રક્ષાબંધન (Raksha Bandhan 2022 )પર્વ માટે લાગણી વ્યકત કરી હતી. તેમજ હર ઘર તિરંગા (સ્વતંત્રતા દિવસ 2022) કાર્યક્રમ અન્વયે તિરંગાના (Har ghar tiranga ) આન બાન શાન માટે દેશવાસીઓના ગૌરવને જણાવ્યું હતું.

આ પણ વાંચો કેન્દ્રીય રાજ્ય પ્રધાનેે રક્ષાબંધન પર પાટીલને આપી મોટી ભેટ

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી (Raksha Bandhan 2022 )બાંધીને તેમજ મોં મીઠું કરાવીને તેમના(Dharamsala BSF personnel ) રક્ષણની પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.