ETV Bharat / state

Patan Fake Ghee : ઘીની બજારમાં ફૂડ વિભાગની ઓંચિતી તપાસ, વેપારીઓ પાછળની ગલીએથી રફુચક્કર

author img

By

Published : May 23, 2022, 1:26 PM IST

પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઘી બજારમાં (Patan Fake Ghee) ઓચિંતી તપાસથી વેપારીઓ ફફડાટ ફેલાયો હતો. ખાદ્ય પદાર્થ ઘીમાં ભેળસેળ કરાતું હોવાની બાતમી આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department Patan) તપાસ કરી હતી. જેમાં ફૂડ વિભાગે કેટલોક શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી લેબોરેટરીમાં મોકલ્યા છે, તો બીજી તરફ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો (Patan Fake Ghee Quantity Seized) સીઝ કરાયો છે.

Patan Fake Ghee : ઘીની બજારમાં ફૂડ વિભાગની ઓંચિતી તપાસ,  વેપારીઓ પાછળની ગલીએથી રફુચક્કર
Patan Fake Ghee : ઘીની બજારમાં ફૂડ વિભાગની ઓંચિતી તપાસ, વેપારીઓ પાછળની ગલીએથી રફુચક્કર

પાટણ : રાજ્યમાં અવારનવાર વિવિધ શહેરોમાં ખાદ્ય પદાર્થ પર ભેળસેળ વાળા કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે પાટણમાં પણ ભેળસેળયુક્ત નકલી ઘી ના વેચાણ સામે આવતા ફફડાટ ફેલાયો છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સોમવારે પાટણ ઘી બજારમાં (Patan Fake Ghee) ઓચિંતી રેડ કરી બે દુકાનોમાંથી શ્રીમૂલ પ્યોર અને ભારત હોન્સ ગાયનું ઘી રૂપિયા 6,92,066ની કિંમતનું 1992 કિલોગ્રામનો જથ્થો સીઝ કર્યો હતો. રેડને પગલે ઘી બજારમાં ભારે ફફડાટ (Food and Drugs Department Patan) ફેલાયો હતો. તો કેટલાક વેપારીઓ તપાસથી બચવા પોતાની દુકાનો બંધ કરી ભૂગર્ભમાં જતા રહ્યા હતા.

પાટણની બજારમાં ઘીનો લાખોનો જથ્થો કરાયો સીઝ

આ પણ વાંચો : Fake Ghee Ahmedabad : અમૂલના ડબ્બામાં નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું

લાખોનું ઘી સીઝ - પાટણનું એક સમયનું પ્રસિદ્ધ ઘી બજાર હાલમાં ભેળસેળયુક્ત નકલી ઘી ના વેચાણ માટે પકડાતું જાય છે. સોમવારે જિલ્લા ફૂડ ઓફિસર વિપુલ ચૌધરી સહિતની ટીમે ત્રણ દરવાજા ખાતે આવેલ ઘી બજારમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં મેં. ઈશ્વરલાલ રસિકલાલ ઘીવાળાની દુકાનમાંથી 5,70,570 ની કિંમતના 199 ડબ્બા તેમજ અલ્પેશકુમાર વિનોદચંદ્ર મોદીની દુકાનની તપાસ કરતાં તેમની દુકાનમાંથી 1,20,496ની કિંમતના શ્રીમુલ પ્યોર અને ભારત હોન્સ ગાયના ઘી નો જથ્થો શંકાસ્પદ જણાતા ડબ્બા (Patan Fake Ghee Quantity Seized) સીઝ કર્યો હતો. કુલ રૂપિયા 6,92,066ની કિંમતના 1992 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી તેમાંથી જરૂરી નમૂના લઇ પૃથક્કરણ અર્થે સરકારી લેબમાં મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું

ગોરખ ધંધાને કાયમી ધોરણે બંધની માંગ - શહેરીજનોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ઘી બજારના (Ghee Market Raid of Food Department) વેપારીઓ સામે જિલ્લા કલેકટર લાલ આંખ કરી ભેળસેળયુક્ત ઘી અને તેલના ગોરખ ધંધાને કાયમી ધોરણે બંધ કરાવે તેમ શહેરીજનો ઇચ્છી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કેટલાક શહેરમાં ન માત્ર ઘી પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થમાં પણ ભેળસેળ વાળી વસ્તુઓ સામે આવે છે, ત્યારે આ પ્રકારના ધંધા કરતા વેપારીઓ સામે તંત્ર કેટલાક કડક પગલાં પણ લે છે. તો બીજી તરફ ક્યારે કોઈ હાથ નિચેથી છૂટી પણ જતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.