રાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું

author img

By

Published : Jul 5, 2021, 10:53 PM IST

a

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા સોનિયા ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન અહીંથી 125 જેટલા તેલના ડબ્બામાંથી પામ તેલ મળી આવ્યા હતા. જ્યારે આ તેલના ડબ્બાઓ પર સનફ્લાવર તેલનું લેબલ મારવામાં આવ્યું હતું. જેને આ વેપારીઓ સનફ્લાવર તેલ હોવાનું કહીને બજારમાં વેચતા હતા. જ્યારે અમૂલ બ્રાન્ડનું ઘી પણ નકલી મળી આવ્યું હતું. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ વસ્તુઓને તાત્કાલિક કબ્જે કરવામાં આવી હતી.

  • જૂના માર્કેટિંગ યાર્ડના સોનિયા ટ્રેડર્સમાં દરોડો
  • 125 જેટલા ખાદ્ય તેલના ડબ્બા તેમજ નકલી અમૂલનું ઘી કબજે કરાયું
  • ખાદ્યતેલના ડબ્બા પર સનફ્લાવર તેલનું લેબલ

રાજકોટ: રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 125 જેટલા ભેળસેળ યુક્ત ખાદ્ય તેલના ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે નકલી અમુલ બ્રાન્ડના ડબ્બા પણ અહિંથી મળી આવ્યા હતા. જેમાં ખાદ્યતેલમાં પામતેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેને વેપારી સનફ્લાવરનું તેલ કહીને બજારમાં વેચતો હતો. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા 125 જેટલા ખાદ્ય તેલના ડબ્બા તેમજ નકલી અમૂલનું ઘી કબજે કરાયું છે. તેમજ આ વસ્તુઓના નમુનાને લઈને વધુ તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે લેબોરેટરી તપાસ બાદ જ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડવામાં આવ્યો

આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ શાખાએ 12 વેપારીઓને 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ખાદ્યતેલ અને ઘીનો નમૂનો પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન મળી આવેલા ખાદ્યતેલના ડબ્બા પર સનફ્લાવર તેલનું લેબલ મારવામાં આવ્યું હતું. જ્યારે આ તેલના ડબ્બામાં પામતેલ રાખ્યું હતું અને બજારમાં સન ફ્લાવરના નામે વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે અહીંથી મળી આવેલા અમુલ બ્રાન્ડનું ઘી પણ નકલી હોવાનું જણાયું છે. ત્યારે આ ખાદ્ય તેલ અને ઘીના જથ્થાને હાલ પૂરતું સિઝ કરવામાં આવ્યું છે. તેમજ તેના નમૂના લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

જૂના માર્કેટિંગ યાર્ડના સોનિયા ટ્રેડર્સમાં દરોડો
જૂના માર્કેટિંગ યાર્ડના સોનિયા ટ્રેડર્સમાં દરોડો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.