ETV Bharat / state

Patan Murder Case: પાટણમાં ભાઈ અને ભત્રીજીના હત્યા કેસમાં બહેનને આજીવન કેદની સજા

author img

By

Published : Apr 4, 2022, 9:20 PM IST

પાટણમાં બે વર્ષ અગાઉ સગી બહેન દ્વારા ભાઈ અને ભત્રીજીને ઝેર આપી હત્યા કરવાના કેસમાં પાટણ સેશન કોર્ટે કિન્નરી પટેલને દોષિત જાહેર કરી આજીવન કેદ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. પાટણ કોર્ટના ઈતિહાસમાં કોઈ મહિલા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ છે.

Patan Murder Case: પાટણમાં ભાઈ અને ભત્રીજીના હત્યા કેસમાં બહેનને આજીવન કેદની સજા
Patan Murder Case: પાટણમાં ભાઈ અને ભત્રીજીના હત્યા કેસમાં બહેનને આજીવન કેદની સજા

પાટણ: પાટણના પ્રતિષ્ઠિત વેપારીની ડેન્ટિસ્ટ પુત્રી કિન્નરી પટેલે વર્ષ 2019ના મે મહિનાના(Patan Murder Case) પંદર દિવસના સમયગાળામાં પોતાના સગા ભાઈ જીગર અને 14 મહિનાની માસુમ ભત્રીજી માહીને પોટેશિયમ સાઇનાઇડનું ઝેર આપી ઠંડા કલેજે હત્યા કરી હતી. પોલીસ ફરિયાદ બાદ ડોક્ટર કિન્નરી પટેલની ધરપકડ કરી જેલને હવાલે (Kinnery Patel Murder Case )કરવામાં આવી હતી. ચાર્જશીટ રજૂ થતાં પાટણ સેશન કોર્ટમાં કેસ ચાલતા સાક્ષીઓને તપાસી કોર્ટે આ હત્યાકાંડને રેર ઓફ રેર કેસ ગણી આ ગુનામાં કિન્નરી પટેલને(Patan Sessions Court) દોષિત જાહેર કર્યા બાદ સેશન્સ જજ એ.કે.શાહે 495 પાનાનો ચુકાદો આપી જીવનના છેલ્લા શ્વાસ સુધી કિન્નરી પટેલને સખત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે.

બહેનને આજીવન કેદની સજા

આરોપીને આજીવ કેદની સજા - આ બાબતે સરકારી વકીલ એમડી પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણ કોર્ટનો આ ઐતિહાસિક ચૂકાદો છે. ભાઈ ભત્રીજીની નિમર્મ હત્યા મામલે કોર્ટે મહિલા આરોપીને એવી સજા (Double Murder Case in Patan)કરી છે કે જે આજીવન છે. પરંતુ આરોપીને જિંદગીનો છેલ્લા શ્વાસ પણ જેલમાં લેવા પડશે. આ ઉપરાંત કોર્ટે પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેમજ મૃતકની પત્ની ભૂમિને વળતર આપવા માટેની ભલામણ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને કરી છે.

આ પણ વાંચોઃ Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી

સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે - આરોપી કિન્નરીના વકીલ બી.એન બારોટ કોર્ટના આ ચુકાદા ઉપર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ભાઈ ભત્રીજીના મોત પોટેશિયમ સાઈનાઈટથી થયું હોય તેવું પોસ્ટમોર્ટમ( Sister Kills Brother in Patan )રિપોર્ટમાં જણાવ્યું નથી. પરિવારજનોએ કિન્નરીને મારઝૂડ કરી હત્યાની કબુલાત કરાવી છે. જે કોર્ટે પણ નોંધ્યું છે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ કોર્ટમાં રજુ કર્યા હતા છતાં કોર્ટે બોમ્બ ધડાકા અને આતંકવાદી કૃત્ય જેવા ગંભીર બનાવોમાં જ ફટકારવામાં આવતી સજા આ કેસમાં ફટકારી છે. જેથી આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

પાટણ સેશન કોર્ટે યોગ્ય ન્યાય આપ્યો છે: ભૂમિ પટેલ પતિ અને પુત્રી ગુમાવનાર માતા અને કાતિલ કિન્નરીની ભાભી ડોક્ટર ભૂમિ પટેલે પાટણ સેશન કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને પોતાને સાચો ન્યાય મળ્યો હોવાનું જણાવી નણદ કિન્નરીએ પોતાનો અહમ ગવાતા આ કૃત્ય કર્યું છે પરંતુ કોર્ટે તેને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સખત સજા ફટકારી છે. પાટણ સેશન કોર્ટના ઐતિહાસિક ચુકાદાને પગલે કોર્ટ સંકુલમાં થોડી ક્ષણો માટે સોપો પડી ગયો હતો. 495 પાનાના આ ચુકાદામાં કોર્ટે અનેક તારણો અને અવલોકનો ટાંક્યા છે. જેમાં બંને પક્ષના વકીલોએ કરેલી દલીલો સાંભળી પોતાના આર્થિક ફાયદા માટે ભાઈ અને ભત્રીજાની હત્યા કરનાર કિન્નરીને કઠોર સજા ફટકારી છે.
આ પણ વાંચોઃ Murder in Surat: ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા ભાણેજે જ કરી હતી, પોલીસે બિહારથી કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.