ETV Bharat / state

Patan Accident News : પાટણના બાલીસણા નજીક ટ્રક અકસ્માત, ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

author img

By

Published : Aug 16, 2023, 2:45 PM IST

પાટણ ઊંઝા હાઈવે રોડ ઉપર બાલીસણા નજીક ટ્રક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભંગાર બનેલી ટ્રકમાં ચાલક ગંભીર રીતે ફસાયો હતો. જેને પોલીસે ક્રેન અને જીસીબીની મદદથી બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Patan Accident News : પાટણના બાલીસણા નજીક ટ્રક અકસ્માત, ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો
Patan Accident News : પાટણના બાલીસણા નજીક ટ્રક અકસ્માત, ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

ટ્રકતાલકનું રેસ્ક્યુ

પાટણ : પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો ઉપર ખાનગી વાહન ચાલકો બે રોકટોક બની બેફામ રીતે પોતાના વાહનો હંકારી અકસ્માતો સર્જે છે. જેમાં મહામૂલી જિંદગીઓ અકાળે મોતને ભેટે છે. તો કેટલાક કિસ્સાઓમાં અકસ્માતનો ભોગ બનેલા ઈસમોને લાંબી મુદત સુધી પથારીમાં રહી દર્દથી પીડાવું પડે છે. ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ ગંભીર ઇજાઓ થવા પામી છે.

ટ્રક અને ટર્બો સામસામે ટકરાયા : અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ પાટણથી રેતી ભરેલો ટર્બો નંબર Gj 24 x 1151 ઊંઝા તરફ જઈ રહ્યો હતો. જ્યારે ઊંઝા તરફથી લોખંડની પાઇપો ભરેલી ટ્રક નંબર Gj 8 AU 2221 પાટણ તરફ આવી રહી હતી. આ બંને ટ્રકો બાલીસણા નજીક કેનાલના વળાંક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ટર્બો અને ટ્રક બંને સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટર્બો ચાલક પોતાનો ટર્બો મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે 108 ને જાણ કરાતા 108 ના પાયલોટ દશરથભાઈ કુંભાર અને ઇએમટી જીતુભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત અંગેનો કોલ અમને મળતાં અમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અકસ્માતમાં ટ્રકની આગળના ભાગનો કચ્ચરઘાણ થયો હતો. જેથી પોલીસે જીસીબી અને ક્રેન મંગાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં અમે પણ જોતરાયા હતાં અને ભારે જહમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડ્યો છે... દશરથભાઈ કુંભાર(108ના પાયલોટ)

ક્રેનની મદદથી ચાલકે બહાર કાઢ્યો : તો અકસ્માતની જાણ થતાં બાલીસણા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. અકસ્માત એટલો તીવ્ર ગતિનો હતો કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ભંગાર બનેલા વાહનના સ્ટેયરિંગના નીચેના ભાગે ડ્રાઇવરના પગ ફસાયા હતા. જેથી બાલીસણા પોલીસે જીસીબી અને ક્રેનનની મદદથી ટ્રકનો આગળનો ભાગ કટીંગ કરીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નાળાની કામગીરી જવાબદાર? : અત્રે ઉલ્લેખનીય છે કે બાલીસણા નજીક નર્મદાની કેનાલ ઉપર બનાવવામાં આવેલ બ્રિજના નાળાને પહોંળુ કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અટકી પડી છે. ત્યારે કામગીરી દરમિયાન રેતીના ઢગ વળાંક પર કરવામાં આવ્યા છે. જેના કારણે સામેથી આવતા વાહનોને અન્ય કોઈ વાહન દેખાતું ન હોવાને કારણે છાશવારે આવા નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે સત્વરે બ્રિજ પહોળો કરવાની આ કામગીરી સત્તાધીશો દ્વારા પૂર્ણ કરવામાં આવે તેમજ રોડની સાઈડમાં પડેલી કપચી અને મેટલ સહિત રેતીના ઢગલાઓ દૂર કરવામાં આવે.

  1. Ahmedabad News: બંધ ફાટક ઓળંગવા જતાં વૃદ્ધનો જમણો પગ કપાયો, સારવાર દરમિયાન મોત
  2. Banaskantha News: પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત, બે ઘાયલની હાલત ગંભીર
  3. Surat Accident News : ઘલા ગામ નજીક ઇકો કાર શેરડીના ખેતરમાં પલ્ટી મારી, બે વ્યક્તિને ઇજા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.