ETV Bharat / state

Banaskantha News: પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત, બે ઘાયલની હાલત ગંભીર

author img

By

Published : Aug 16, 2023, 12:34 PM IST

પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક સામસામે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે બીજો બાઈક ચાલક બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો. પાલનપુર તાલુકા પોલીસ મથકે આ અકસ્માત સંદર્ભે નોંધાઈ છે એફઆઈઆર.

બે બાઈકસવાર ગંભીર
બે બાઈકસવાર ગંભીર

પાલનપુર અંબાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત

બનાસકાંઠાઃ પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત, બે ઘાયલની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મૃતકના ભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાલનપુર તાલુકા પોલીસે પણ ફરિયાદને આધારે ફરાર બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બાઈક ધડાકાભેર અથડાયાઃ પાલનપુર અંબાજી હાઈવે પર ધનિયાણા ચોકડી પાસે પરેશભાઈ કાંતિલાલ રાઠોડ પોતાનું બાઈક લઈ પેટ્રોલ ભરાવીને રોડ પર ચડી રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલ ktm બાઈકના ચાલકે આ બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરને પરિણામે બંને બાઈક ચાલકો નીચે પડી ગયા હતા. અકસ્માતના ધડાકાનો અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. એક બાઈક ચાલક નામે પરેશભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ktmના બાઈક ચાલક અને સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 ની મદદ થી તેમને પાલનપુરની ખાનગી icuમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ
અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ

એક બાઈક ચાલકનું મોતઃ પરેશભાઈનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તેથી મૃતકના ભાઈ દ્વારા પાલનપુર તાલુકા મથકે ktm બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પાલનપુર તાલુકા પોલીસે પણ ktm ના બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલ રાત્રે પાલનપુરમાં ધનિયાણા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે બીજા બેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને અત્યારે પાલનપુરની ખાનગી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેથી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે...પીએસઓ(પાલનપુર તાલુકા પોલીસ મથક)

અકસ્માત સંભવિત વિસ્તારઃ પાલનપુર અંબાજી હાઈવે પર અનેકવાર સર્જાય છે અકસ્માત.પાલનપુરથી અંબાજી જવા માટેના મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે અનેક વાર અકસ્માતો સર્જાય છે. પાલનપુર થી અંબાજી જતો હાઈવે સાંકડો હોવાને કારણે અનેક વાર અકસ્માતો સર્જાતા હોય છે . અહીં જો સિક્સલેન વે બનાવવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવી શકાય તેમ છે. અંબાજી જવા માટેનો આ મુખ્ય માર્ગ પર ભાદરવા મહિનામાં અંબાજીમાં ભવ્યથી ભવ્ય મેળો યોજાય છે ત્યારે પણ અનેક અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. તેથી તંત્ર દ્વારા સિક્સલેન વે બનાવવામાં આવે તો અકસમાતની સંખ્યા ઘટી શકે તેમ છે.

પોલીસ કાર્યવાહી સઘન બનાવોઃ છેલ્લા ઘણા સમયથી પાલનપુર થી અંબાજી જતા હાઈવે પર ટુ વ્હીલર એક્સિડેન્ટ વધી રહ્યા છે. તેથી પોલીસે આ રોડ પર પેટ્રોલિંગ વધારી દેવું જોઈએ અને પૂર ઝડપે ટુ વ્હીલર ચલાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તેનાથી પણ વધી રહેલા ટુવ્હીલર અકસ્માતોમાં ઘટાડો લાવી શકાશે.

  1. દિયોદર પાસે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભાઈ-બહેનનું થયું મોત
  2. રાજસ્થાનના શ્રમિકને બનાસકાંઠામાં નડ્યો અકસ્માત, એકનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.