ETV Bharat / state

પાટણમાં કોરોના પોઝિટિવ હોમ આઇસોલેટેડ દંપતી ફરાર, ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Apr 21, 2021, 5:37 PM IST

પાટણ શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી અને કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલી બે અલગ અલગ સોસાયટીઓમાંથી હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા સંક્રમિત ત્રણ દર્દીઓ પોતાના ઘર છોડીને રાતોરાત અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. જે અંગે પાટણ આરોગ્ય તંત્રએ આ બનાવ અંગે ત્રણ વ્યક્તિઓ સામે પેન્ડેન્ટિક એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

હોમ આઇસોલેટેડ
હોમ આઇસોલેટેડ

  • દંપતીએ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી રાતોરાત ઘર છોડ્યું
  • તપાસ દરમિયાન હકીકતનો પર્દાફાશ થતાં આરોગ્ય તંત્રે ફરિયાદ નોંધાવી
  • યસ વિહાર સોસાયટીને કન્ટેન્ટ ઝોન કરી હોવા છતાં એક વ્યક્તિ ઘર છોડીને જતો રહ્યો

પાટણ : શહેરના અંબાજીની નેરિયામાં આવેલી એપોલો ગ્રીન સોસાયટીમા રહેતા સ્વાતિ ચૌધરી તથા તેમના પતિ રોહિત ચૌધરીને ગત તારીખ 17 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે કારણે તેમને હોમ આઇસોલેટ કરી તેમને કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હોમ આઇસોલેટ થવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આ બન્ને લોકો કોરોન્ટાઇન ઝોનના નિયમોનો ભંગ કરી ક્યાંક જતા રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત યસ વિહાર સોસાયટીમાં રહેતા દીપકભાઈ તેજવાણી પણ મંજૂરી વગર ઘરની બહાર ક્યાંક ચાલી ગયા હોવાથી આ ત્રણેય વ્યક્તિઓ સામે આરોગ્ય તંત્ર દ્વારા પેન્ડેન્ટિક એક્ટ મુજબ નોંધાવવામાં આવ્યો છે.

પાટણમાં કોરોના પોઝિટિવ હોમ આઇસોલેટેડ દંપતી ફરાર

આ પણ વાંચો - પાટણમાં રેમડેસીવીર ઈન્જેક્શનના દુરુપયોગ મામલે ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ

પાટણમાં 39 કન્ટેન્ટ ઝોનમાં 2,800 કુટુંબોના 14 હજાર લોકો નજર કેદ

શહેરમાં 39 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. જેમાં વૉર્ડ નંબર 5 અને 11માં સૌથી કન્ટેન્ટમેન્ટ ઝોન વધુ આવેલા છે. ખાસ કરીને અંબાજી નેળિયુ અત્યારે હોટસ્પોટ બન્યું હોવાથી આ વિસ્તારમાં વધુ કન્ટેન્ટ ઝોન છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 28 જેટલા કુટુંબોના 14 હજાર લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો - પાટણમાં લોકડાઉનના પ્રથમ દિવસે તમામ બજારો સજ્જડ બંધ રહ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.