ETV Bharat / state

Gujarat Sthapna Divas Celebration in Patan : ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાનના હસ્તે કેટલા કરોડના કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે જાણો

author img

By

Published : Apr 27, 2022, 9:52 PM IST

ગુજરાત રાજ્યની સ્થાપનાની 62મી વર્ષગાંઠ (Gujarat State Foundation Day 2022) ઉજવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પાટણમાં ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Sthapna Divas Celebration in Patan) તરીકે ધમાકેદાર કાર્યક્રમોમાં કયા કયા કાર્યક્રમ થશે તે વાંચો આ અહેવાલમાં.

Gujarat Sthapna Divas Celebration in Patan : ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાનના હસ્તે કેટલા કરોડના કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે જાણો
Gujarat Sthapna Divas Celebration in Patan : ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાનના હસ્તે કેટલા કરોડના કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે જાણો

પાટણ- 62માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આગામી 1લી મેના રોજ (Gujarat Sthapna Divas Celebration in Patan)જિલ્લામથક પાટણ ખાતે યોજાવા જઇ રહી છે. મુખ્યપ્રધાન અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનારા(Gujarat State Foundation Day 2022) કાર્યક્રમો અંગે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્માએ (Patan Dictrict Prabhari Jagdish Vishwakarma) રૂપરેખા આપી હતી.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત 21 કાર્યક્રમોનું આયોજન

પાટણમાં સૌપ્રથમવાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થશે - આ કાર્યક્રમની રૂપરેખા આપતા પાટણ જિલ્લા ભાજપ પ્રભારી જગદીશ વિશ્વકર્માએ (Patan Dictrict Prabhari Jagdish Vishwakarma) જણાવ્યું હતું કે અગાઉ ગુજરાત ગૌરવ દિવસની (Gujarat Gaurav Din in Patan)ઉજવણી માત્ર ગાંધીનગરમાં થતી હતી. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારબાદ આ ઉજવણી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરવાની શરૂઆત કરી છે. ત્યારે ચાલુ વર્ષે પાટણ (Gujarat State Foundation Day 2022)ખાતે ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Sthapna Divas Celebration in Patan)ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થવાની છે.

આ પણ વાંચોઃ Gujarat Gaurav Divas 2022: પાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ધમધમાટ, પાટણ યુનિવર્સિટીમાં કરવામાં આવી આ ખાસ તૈયારીઓ

21 કાર્યક્રમોનું આયોજન- ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના 523 ગામડાઓમાં સ્વચ્છતા મિશન, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, કુપોષિત બાળકોને સુપોષિત કરવા સહિતના 21 કાર્યક્રમોનું (Gujarat Sthapna Divas Celebration in Patan) આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના ગામડાઓમાં સરપંચ અને લોકો દ્વારા દીવા પ્રગટાવવાના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. સ્થાપના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પાટણ જિલ્લામાં 110 કરોડના વિકાસકામોનું ઈ લોકાર્પણ કરવામાં આવશે. તેમજ 330 કરોડના કામોનું(Gujarat State Foundation Day 2022) ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Patan Museum: પાટણના મ્યુઝિયમમાં અધિકારીએ સુવિધાઓ વધારવા સરકારમાં રજૂઆત કરી

મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પોલીસ પરેડનું કરશે નિરીક્ષણ - પાટણ યુનિવર્સિટી ખાતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 1લી મેના રોજ સાંજે પાંચ વાગ્યે કોલેજ કેમ્પસ ખાતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ, ડોગ શો, અશ્વ શોના કાર્યક્રમો યોજાશે. સાંજે સાત વાગે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ (Gujarat Sthapna Divas Celebration in Patan)યોજાશે. આમ પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની જાજરમાન ઉજવણી વિકાસ કાર્યોની (Gujarat State Foundation Day 2022)સાથે કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.